દિલ્હી-

કેંન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે કહ્યું કે, એક એ અસ્થાયી રિપોર્ટના અનુસાર કોવિડ-19ના વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી રસીકરણના સાતમાં દિવસે 12.7 લાખ સ્વાસ્થય કર્મીઓને રસી આપવામાં આવી હતી.મંત્રાલયે કહ્યું કે, શુક્રવારે શાંજે 6 વાગ્યા સુધી 6,230 સત્રોમાં 2,28,563 લાભાર્થિયોંને રસી આપવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે, દેશભરમાં ચાલવામાં આવી રહેલા આ કોવિડ-19 રસીકરણ અભિયાનના સાતમાં દિવસે પણ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવ્યો છે. 'અસ્થાયી રિપોર્ટની અનુસાર 24,397 સત્રોં માં કોવિડ-19ની રસી લગાવવા વાળા સ્વાસ્થય કર્માઓની સંખ્યામાં 12.7 લાખ (12,72,097)ને ઓળંગી ગયો છે. મંત્રાલય ની અનુસાર રસીકરણ અભિયાનને સાતમાં દિવસે સાંજે 6 વાગ્યા સુધી પ્રતિકુળ પ્રભાવના 267 કેસ સામે આવ્યા છે.રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન શરુ થયા પછી આજ સુધી પ્રતિકુળ પ્રભાવના 1,110થી વધારે કેસ સામે આવ્યા છે. રસીકરણ અભિયાન શરૂ થયા પછી શુક્રવારે શાંજે 6 વાગ્યા સુધી રસી મૂકાવવા વાળા કુલ લાભાર્થિયોંમાં આંધ્ર પ્રદેશમાં 1,27,726, બિહારમાં 63,620, કેરળમાં 1,82,503, કર્ણાટકમાં 1,82,503, મધ્યપ્રદેશમાં 38,278, તમિલનાડુમાં 46,825, દિલ્હીમાં 18,844, ગુજરાતમાં 42,395 અને પશ્રિમ બંગાળમાં 80,542 લોકોનો સમાવેશ થાય છે. આ આંકડા અસ્થાયી રિપોર્ટથી લેવામાં આવ્યા છે.