દાહોદ, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ખારવા ગામે ટ્રેક્ટર, કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કારને ટ્રેક્ટર ની ટક્કરથી કારનું સંતોલન બગડતાં કાર રોડની બાજુમાં ઊભેલી મોટરસાયકલ તથા બાજુમાં ઊભેલી વ્યક્તિને અડફેટમાં લઇ કાર રોડની બાજુમાં ઘુસી જતા કારમાં બેઠેલી વ્યક્તિઓ તથા રોડની બાજુમાં ઊભેલી વ્યક્તિને ઇજાઓ ગયાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર ગરબાડા તાલુકાના ખારવા ગામે હાઈવે પર એક ટ્રેક્ટર ચાલક તેના કબજાનું ટ્રેક્ટર પૂરઝડપે અને ગફલત ભરી રીતે ટંકારી લઈ આવી મધ્યપ્રદેશ તરફથી આવતી મધ્યપ્રદેશ પાર્સિંગની કારને ટક્કર મારી હતી જેથી કાર ચાલકે કારના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા તે કાર રોડની સાઈડમાં ઉભેલી એક મોટરસાઇકલ તથા બાજુમાં ઊભેલી વ્યક્તિને અડફેટમાં લઇ કાર રોડની સાઈડમાં ઘુસી જતા કારમાં બેઠેલ વ્યક્તિઓ તથા મોટરસાયકલ પાસે ઊભેલી વ્યક્તિને ઇજાઓ થવા પામી હતી ઘટનાની જાણ થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ને ફોન કરી દેતા ૧૦૮ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સદ્‌ નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી આ સંબંધે ગરબાડા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ માર્ગ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.