છોટાઉદેપુર, પાવી જેતપુર તાલુકાના ભાણપુરી પાસે એક પશુ ભરેલી બોલેરો પિક અપ ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઇક સવાર ત્રણે જણના કમકમાટી ભર્યા મોત નિપજતા ગમગીની છવાઈ ગઈ છે. પાવી જેતપુરના ભાણપુરી ગામના પશુ ચિકિત્સક જસવંત રાઠવા તેમની પત્ની વનિતા રાઠવા પોતાની બાઇક લઈને એક સામાજિક પ્રસંગમાં ગયા હતા, ત્યાંથી પાછા ફરતી વખતે મોટીબેજથી તેમના માસી સવિતાબેન પણ તેમની બાઇક ઉપર સવાર થઈને તેમની સાથે જતા હતા ત્યારે ભાણપુરી ગામની પાસે ચોકડી ઉપર પશુ ભરેલી બોલેરો પિક અપ ગાડીના ચાલકે વાઈક સવાર જસવંત રાઠવાને ટક્કર મારતા બાઇક રસ્તાની બાજુના ખાડામાં ઉતરી ગઈ હતી અને બોલેરો પિક અપ ગાડીની ટકકરે ગંભીર ઇજા પામેલ જસવંત રાઠવા અને તેમની પત્ની વનિતા રાઠવાનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું જ્યારે સવિતાબેનને ગંભીર ઇજા થતાં ૧૧૦૮ માં બોડેલીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા તેઓનું સારવારર દરમિયાન કમકમાટી ભર્યું મોત થતા ગમગીની છવાઈ ગઈ હતી.આ ઘટનાની જાણ પાવી જેતપુર પોલીસને થતા પાવી જેતપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લામાં રવિવારનો દિવસ ગોઝારો રહ્યો હતો. પાવી જેતપુર તાલુકાના ભાણપુરી પાસે પશુ ભરેલી બોલેરો પીકઅપ ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર દંપતિ સહિત ૩ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં પાવી જેતપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા હતા.