રાનકુવા, તા.૩ 

ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાનું વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓ ડાંગ જિલ્લામાં મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. અહીં ચોમાસાની મજા માણવા પણ બધા નાના મોટા ધોધ પણ આવ્યા છે જેને જોવા માટે પણ દૂર દૂરથી લોકો આવતા હોય છે ત્યારે આવો જ એક ડાંગ જિલ્લાના વઘઇ નજીક આવેલા કોસમાળ ગામે ભેગું ધોધ આવેલ છે અહીં ચોમાસાના આહલાદક વાતાવરણમાં ભિગુ ધોધનો નજારો જોવા જેવો છે. પરંતુ અહીં આવતા પ્રવાસીઓને રસ્તા બિસ્માર હોવાને કારણે તકલીફો વેઠવી પડી રહી છે. કોસમાળ ગામ થી ભિગુ ધોધ તરફ જવાનો રસ્તો વરસાદી પાણીથી બિસ્માર બનતા વાહનચાલકો ને પોતાનું વાહન કીચડમાં ફસાવવાની પણ બીક હોય છે. જેને કારણે પ્રવાસીઓને આ ધોધને નિહાળવાનો મોકો નથી મળતો ત્યારે આ ધોધ પર જવા માટેનો માર્ગ વહેલી તકે બનાવવામાં આવે તો પ્રવાસીઓને એક સારી સુવિધા ઊભી થઈ શકે છે. બીજી બાજુ અહીંનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોવાથી ગામના લોકોને રોજગારી પણ મળી રહે એમ છે. જેથી વહેલી તકે આ માર્ગ બને એ આજુબાજુ ના વિસ્તારો ના લોકોની માંગ છે.