/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

અજાણ્યા વાહનની ટકકરથી એએસઆઇનું ઘટના સ્થળે કરૂણ મોત

વડોદરા : ન જાણ્યું જાનકી નાથે સવારે શુ થવાનું છે આ કહેવતને સત્ય ઠેરવતો બનાવ આજે સવારે રણોલી ગામની તાપી હોટલ પાસે સર્વિસ રોડ પર સમા પોલીસ મથકના પોલીસ કર્મચારી એ.એસ.આઇ નોકરી ઉપર પોલીસ મથકે આવતી વેળાએ ડમ્પરનો જીવલેણ અકસ્માત નડતાં તેમનું અકાળે મોત નિપજ્યું હતું. અકસ્માત મોતના બનાવને પગલે એ.એસ.આઇ.ના પરિવાર તથા પોલીસ મથકે ઘેરા શોકની લાગણી સાથે ગમગીની વ્યાપી ગઇ હતી. આ ઘટનાને પગલે છાણી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જાેકે અકસ્માતના બનાવ બાદ ડમ્પર ચાલક ભાગી છુટ્યો હતો. પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ઘટના સ્થળના સી.સી.ટી.વી કેમેરાના ફુટેજના આધારે પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચકચારી અકસ્માત મોતના બનાવની પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર, રણોલીગામ લક્ષ્મણનગર સોસાયટીમાં રહેતા રાજેન્દ્રકુમાર રતિલાલ જયસ્વાલ (ઉ.૫૬) વડોદરા શહેરના પોલીસ તંત્રના સમા પોલીસ મથક ખાતે આસિસ્ટન્ટ સબ ઇસ્પેક્ટર (એ.એસ.આઇ) તરીકે ફરજ બજાવતા હતાં. તેઓ આજે સવારે રોજના સમયે ઘરેથી પોલીસનો યુનિફોર્મ સજ્જ રાજેન્દ્રકુમાર જયસ્વાલ બાઇક ઉપર સમા પોલીસ મથકે જઇ રહ્યા હતાં. તે સમયે રણોલીગામ તાપી હોટલ પાસે એક્યુરેટ વજન કાંટાની નજીક સર્વિસ રોડ આગળ જઇ રહેલા ડમ્પરને ડાબી સાઇડથી ઓવર ટેક કરવા જતાં સામેથી રોંગ સાઇડ આવી રહેલા આઇસર ટેમ્પાને જાેઇ બાઇકને બ્રેક મારતાં બાઇક સ્લીપ મારી ગઇ હતી. અને બાઇક પરથી ઉછળીને રોડની બહાર એટલે કે જમણી બાજુએ પડતા ડમ્પર નીચે આવી જતાં એ.એસ.આઇ રાજેન્દ્રકુમાર જયસ્વાલનું અકાળે ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર ચલાવી ભાગી છુટ્યો હતો. જ્યારે ટેમ્પા ચાલક પણ બાઇક ઉપર ટેમ્પો ચઢાવી બનાવ સ્થળેથી જતો રહ્યો હતો. અકસ્માતના બનાવમાં પોલીસ કર્મચારીનું મોત થતાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતાં. અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતાં. જાેકે આ બનાવની જાણ છાણી પોલીસને થતાં પોલીસ સ્ટાફ બનાવ સ્થળે આવી પહોંચ્યો હતો. અને લોહીથી લથપથ થયેલા મૃત રાજેન્દ્રભાઇની કાયદેસરની કાર્યવાહી સાથે પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. એ.એસ.આઇ.ના અકસ્માત મોતના સમચાર વાયુવેગે પોલીસ મથક પરિવારમાં તથા મિત્ર વર્તુળમાં ફેલાઇ જતા ઘેરા શોકની લાગણી સાથે ગમગીની વ્યાપી ગઇ હતી. છાણી પોલીસે બનાવ સ્થળે લાગેલા સી.સી.ટી.વી કેમેરાના ફુટેજ મેળવ્યા છે અને અકસ્માત મોતના બનાવની ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરી કસુરવાર વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની ગતિવિધિ હાથ ધરી છે.

એ.એસ.આઇ.ને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન પૂર્વક અંતિમ ક્રિયા કરાઇ

આજે સવારે રણોલી ગામના રોડ પર સમા પોલીસ મથકના એ.એસ.આઇ પોલીસ કર્મચારી રાજેન્દ્રકુમાર જયસ્વાલનું અકસ્માતમાં મોત થયા બાદ તેમના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ થયા બાદ અંતિમ ક્રિયા માટે તેમના નિવાસ સ્થાન રણોલી ગામે લક્ષ્મીનગરમાં લાવવામાં આવ્યો હતો. જ્યા પરિવારજનોએ ફુલહાર ચઢાવ્યા બાદ, ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવી હતી. તે બાદ સન્માન પૂર્વક નિવાસ્થાનેથી અંતિમ યાત્રા નિકળી હતી. જેમાં કોવિડના પ્રોટોકોલ મુજબ લોકો અંતિમ યાત્રામાં જાેડાયા હતાં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution