ગાંધીનગર

સરકારે ગઇ કાલે મોડી સાંજે સચિવ સ્તરના 22 અધિકારીઓની બદલીઓ કરી છે જ્યારે આઠ અધિકારીઓને સચિવ કક્ષાએ બઢતી અપાઇ છે. પાલિકાના મ્યુનિસિપલ કમિશનરની ફરી એક વખત એક જ વર્ષમાં બદલી થઇ છે અને સામે ચોમાસે કરાયેલી બદલીમાં વડોદરાના જ જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ અને બઢતી આપી મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે પંકજકુમારને ગૃહવિભાગમાં ACS તરીકે,રાજીવ ગુપ્તાને ઉદ્યોગ અને ખાણનો હવાલો,આરોગ્ય વિભાગના ACS તરીકે જયંતી રવિના બદલે મનોજ અગ્રવાલ રહેશે.આ સાથે વિજય નહેરાને સાયન્સ અને ટેકનોલાજી વિભાગમાં મુકાયા છે.આમ 22 આઇએએસ અધિકારીઓની બદલીનું લિસ્ટ નીચે મુજબ છે.

અધિકારીનું નામ,  બદલીનું સ્થળ,  પહેલાનો હોદ્દો

પંકજ કુમાર  ACS,  ગૃહ ACS,  મહેસૂલ

વિપુલ મિત્રા  ACS,  પંચાયત ACS,  શ્રમ-રોજગાર

ડો.રાજીવ ગુપ્તા ACS,  ઉદ્યોગ ACS,  વન-પર્યાવરણ

એ.કે. રાકેશ ACS,  GAD ACS,  પંચાયત

સુનયના તોમર ACS,  સામાજિક ન્યાય ACS,  ઉર્જા અને અધિકારીતા

કમલ દયાણી ACS,  મહેસૂલ ACS,  સામાન્ય વહીવટ

મનોજકુમાર દાસ ACS,  બંદરો અને ACS,  ઉદ્યોગ ટ્રાન્સપોર્ટ

મનોજ અગ્રવાલ ACS,  આરોગ્ય ACS,  સામાજિક ન્યાય અને અધિકારીતા

અરુણકુમાર સોલંકી ACS,  વન-પર્યાવરણ MD,  જીએમડીસી

મમતા વર્મા PS,  ઉર્જા તથા નર્મદા PS, પ્રવાસન

સોનલ મિશ્રા,  ગ્રામ વિકાસ કમિશનર સચિવ,  નર્મદા

રમેશ ચંદ મીણા ડિરેક્ટર જનરલ,  સ્પીપા કમિશનર, જમીન સુધારણા

હારિત શુક્લા સચિવ, પ્રવાસન સચિવ, વિજ્ઞાન અને તકનીકી

વિજય નહેરા સચિવ, વિજ્ઞાન ગ્રામ વિકાસ કમિશનર અને તકનીકી

રૂપવંત સિંઘ કમિશનર, જીઓલોજી સચિવ, નાણાં(ખર્ચ) તથા GMDCના MD

પી સ્વરૂપ કમિશનર, જમીન સુધારણા મ્યુનિ.કમિશનર,વડોદરા

મનીષા ચંદ્રા સચિવ, નાણાં(ખર્ચ) સચિવ, મહિલા અને બાળ કલ્યાણ

જયપ્રકાશ શિવહરે પે સ્કેલના વધારા સાથે આરોગ્ય કમિશ્નર પદે યથાવત

8 IAS અધિકારીને સચિવ કક્ષાએ બઢતી

બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર, સુરત

હર્ષદકુમાર પટેલ, સચિવ, શ્રમ અને રોજગાર

પી ભારતી, કમિશનર, પ્રા.શિક્ષણ અને પ્રોજેક્ટ ડિરેક્ટર SSA

રણજિત કુમાર જે, કમિશનર, એમએસએમઈ

શાલિની અગ્રવાલ, મ્યુનિ. કમિશનર, વડોદરા

કે.કે. નિરાલા, સચિવ, મહિલા અને બાળ કલ્યાણ

એચ.કે.પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત નાગરિક પુરવઠા નિગમ

સતીષ પટેલ, કમિશનર, મધ્યાહન ભોજન યોજના અને સ્કૂલ્સ