દિલ્હી- 

દુનિયાની લગભગ ૨૫ ટકા વસતીને દવા કંપનીઓ ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ ૨૦૨૨ સુધીમાં કોરોનાની વેક્સિન નહીં આપી શકાય તેવુ એક સંસોધનનુ તારણ છે.

અમેરિકાની એક જાણીતી જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ પેપરમાં કહેવાયુ છે કે, રસીનુ વિતરણ કરવાનુ કામ રસી ડેવલપ કરવા જેટલુ જ પડકાર જનક છે. એક અનુમાન પ્રમાણે દુનિયાભરના ૩.૭ અબજ પુખ્તવયના લોકો આ રસી મુકાવવા માગે છે. આ આંકડો ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં માગની સામે સપ્લાય માટે ઉભા થનારા પડકારો તરફ ઈશારો કરે છે.

અમેરિકાની જાેન હોપકિન્સ બ્લૂમવર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધકોનુ કહેવુ છે કે, આ રિસર્ચ બતાવે છે કે, વધારે આવક ધરાવતા દેશોએ ભવિષ્યમાં કોરોના વેક્સિનનો સપ્લાય સિક્યોર કરી લીધો છે પણ દુનિયાના બીજા દેશોમાં તેનો પૂરવઠો ક્યારે અને કેવી રીતે પહોંચશે તે બાબત હજી અનિશ્ચિતતાના ઘેરામાં છે.

કોરોના વેક્સિનના જેટલા ડોઝ તૈયાર થઈ રહ્યા છે તે પૈકીના ૫૧ ટકા વધારે આવક ધરાવતા દેશોના ફાળે જશે.આ દેશોમાં દુનિયાની કુલ ૧૪ ટકા વસતી રહે છે અને બાકીના ડોઝ દુનિયાની બાકીની વસતી માટે છે. જે ૮૫ ટકા છે. આમ ૨૦૨૨ સુધી તો દુનિયામાં ઓછામાં ઓછા ૨૫ ટકા લોકો સુધી કોવિડની રસી પહોંચે તેવી કોઈ શક્યતા નથી.