દાહોદ, દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મુખ્ય પ્રાથમિક શાળામાં તાલુકા તેમજ જિલ્લા પંચાયતના બુથ મથકમા મતદાનના દિવસે લાકડાના ધોકા ડંડા લઈ ગુસી આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ તાલુકા અને જિલ્લા પંચાયતના મતદાન ના બે ઈવીએમ મશીનો ને લાકડાના ડંડા વડે તોડી આતંક મચાવી ભાગવા જતા તે ત્રણ પૈકીના એકને પોલીસ તથા ગ્રામજનોએ પકડી પાડ્યો હતો જ્યારે બાકીના બે ફરાર થઈ ગયા હતા ચાકલીયા પોલીસે ત્રણેય ઇસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ લોકશાહી તંત્રમાં ચુંટણીની અસર તાની ગંભીરતાને ધ્યાનમાં લઇ નાસી ગયેલ બે ઇસમોને ઝડપી પાડવા ઉપરી અધિકારીઓના આદેશથી દાહોદ એલસીબી પી.આઈ બી ડી શાહ એ પોતાના સ્ટાફની બે જુદી-જુદી ટીમો ને કામે લગાડી હતી આ બંને ટીમોએ ઝડપાયેલા અસલમ અલીની સઘન પૂછપરછ કરી તેની સાથેના વોન્ટેડ આરોપીઓનાં નામ સરનામા તથા મોબાઈલ નંબર મેળવી તેઓને ઝડપી પાડવા ટેકનિકલ સોર્સ અને અંગત બાતમીદારો નો ભરપૂર ઉપયોગ કરી ગત તારીખ ૪.૩.૨૦૨૧ ના રોજ મોસીન ખાન હનીફ ખાન મકરાણી રહેવાસી ફતેપુરા રોડ ઝાલૉદ તથા ઝાલોદ તાલુકાના ગરાડુ સીતા વડલી ગામ ના સાજીદ શબ્બીરભાઈ સૈયદ ને જાલોદ મુકામે થી ઝડપી પાડયા હતા તેમજ બુથ ઉપરથી પકડાયેલા અસલમ અલી ઉર્ફે અશફાક અલી ફકીર મળી ત્રણે જણા ના કોરોના નો રિપોર્ટ કરાવ્યા બાદ રિપોર્ટ નેગેટીવ આવતા તે ત્રણેય જણાની ધરપકડ કરી ત્રણેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તે ત્રણેના તારીખ ૯.૩.૨૦૨૧ સુધીના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરતાં આ ગુનો તેઓએ કોના ઇશારે અને કોના કહેવાથી કર્યો તે જાણવા માટે એલસીબી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે આ પ્રકરણમાં વધુ મોટા માથાઓના નામ ખોલવાની આશંકાઓ સેવાઈ રહી છે.