શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગુગલીયા ગામ નજીક મોટરસાયકલ વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાતા બે યુવાનના ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે અન્ય એક યુવાનને પણ ગંભીર ઇજા પહોંચી છે. આઈજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 અઆ અકસ્માતની મળતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાડા ગામે રહેતો પ્રવિણ ગોવિંદભાઈ બારીયા શનિવારે સાંજના સમયે તેના કુંટુંબી સુરેશ સરદારભાઈ બારીયા અને અશ્વિન બુધાભાઈ બારીયાને સાથે લઈને મોટરસાયકલ ઉપર સાજીવાવ ગામે રહેતા તેના મામાના ઘરે ગયો હતો અને પોતાના મામાના ઘરેથી જમીને રાત્રિના આઠેક વાગ્યે પરત નાડા ગામે પોતાના ઘરે જવા આવી રહ્યા હતા. દરમિયાનમાં શહેરા-નાડા રોડ પર આવેલા ગુગલીયા પાટીયા નજીક રોડની સાઈડમાં આવેલા વીજ થાંભલા સાથે મોટરસાયકલ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. મોટરસાયકલ પર સવાર ત્રણેય યુવકો ગંભીર રીતે રોડ પર પછડાતા સુરેશ બારીઆ અને પ્રવિણ બારીયાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,

જ્યારે અશ્વિનને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને ઇમરજન્સી સેવા ૧૦૮ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર અર્થે શહેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલત ગંભીર જણાતા જ્યાંથી વધુ સારવાર અર્થે ગોધરા અને ત્યારબાદ વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ અકસ્માતમાં મોતને ભેટેલા સુરેશ અને પ્રવિણના મૃતદેહને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.જાેકે, વીજ થાંભલા સાથે ધડાકાભેર મોટરસાયકલ અથડાતા વીજ થાંભલો પણ વાંકો વળી ગયો હતો.