ડભોઇ

ડભોઇ ખાતે જિલ્લા એસ.ઑ.જી.ની ટિમ સઘન વાહન ચેકિંગ કરતી હતી તે અરસામાં બોડેલી તરફ થી બે ઇસમો નંબર વિના ની મોટરસાઈકલો લઈ વડદોરા વેચવા જતાં હોવાની બાતમી આધારે બંને ની અટકાયત કરી વધુ તપાસ કરતાં ડભોઇ તાલુકા થી ૧૨ મોટરસાઈકલો ચોરી કરી હોવાનું સામે આવતા તમામ ચોરી ની મોટરસાઈકલો કબજે કરી બંને ઇસમો સામે કાયદેશર કાર્યવાહી હાથ ધરી છે.ડભોઇ તાલુકામાં જિલ્લા એસ.ઑ.જી.ની ટિમ સઘન વાહન ચેકિંગ કરી વાહાંક હોરી અને મિલકત વિરુધ્દ્ધ ના ગુનહા માટે તપાસ કરી રહી હતી તે અરસામાં પાકી બાતમી મળી હતી કે બે ઇસમો બોડેલી થી ડભોઇ થઈ વડોદરા મોટરસાઇકલ વેચવા જય રહ્યા છે જે આધારે બોડેલી રોડ ઉપર ગોપાલપૂરા નજીક વોચ રાખી બંને ઇસમો નબર પ્લેટ વગર ની મોટર સાઈકલો લઈ આવતા અટકાયત કરી વધુ તપાસ હાથ ધરતા તેમના કબમાં રહેલ ડભોઇ, વડોદરા, અને સુરત થી ચોરી કરેલ કુલ ૧૨ જુદી જુદી મોટરસાઈકલો મળી આવી હતી જે આધારે ચોરી ના ૮ ગુનહા ડિટેક્ટ કરી પકડાયેલ ઈસમ અભેસિંગભાઈ ચીમનભાઈ ડૂડવે રહે, મોરી ફળિયું, ચાંદપુર તા.કાઠીવાડ, જી.અલીરાજપૂર મધ્યપ્રદેશ અને પિન્ટુ લહરીયાભાઈ મોરીયા, રહી મોરી ફળિયું, ચાંદપૂર ગામ તા.કાઠીવાડા, જી.અલીરાજપુર મધ્ય પ્રદેશનાઓ ની અટકાયત કરી તેમની પાશે થી રૂ.૧૦૦૦૦ ના બે મોબાઈલ અને રૂ.૨૩૦૦૦૦ ઉપરાંત ૧૨ નંગ મોટરસાઈકલો કબજે કરી ચોરી નો ગુન્હો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે વધુમાં આ ચોરી માં સંડોવાએલા અન્ય બે સાગરીતો ને શોધી કાઢવા ચક્રો ગતીમાન કર્યા છે.