દાહોદ, સુરત ખટોદરા પોલીસ સ્ટેશનના ૫૦ લાખની ઘરફોડ ચોરીના ગુનાના મુખ્ય સૂત્રધાર નાસતા ફરતા આરોપી ગરબાડા ના વડવા ગામ ના સરદાર મનજી ભાભોર તથા માતવા ગામ ના તેના સાગરીત કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને દાહોદ એલસીબી પોલીસે વોચ ગોઠવી માતવા ગામ એ હાથ ધરેલ કોમ્બિંગમાં શંકાસ્પદ મોટરસાયકલ તેમજ મોટરસાયકલના સ્પેરપાર્ટ તથા સબમરસીબલ મોટરો તેમજ સરદાર મનજી ભાભોર ના ઘરેથી શંકાસ્પદ ચાંદીના દાગીના મળી રૂ. ૨,૫૨,૫૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઇ ૧૧ જેટલા અન ડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કર્યાનું જાણવા મળ્યું છે. દરમિયાન મળેલ બાતમીના આધારે સુરત ખટોદરા પોલીસ સ્ટેશનના ૫૦ લાખની ઘરફોડ ચોરી ના ગુનાના બંને જણા માતવા ગામએ બાળ કિશોરના ઘરે ભેગા મળી શંકાસ્પદ મોટરસાયકલોના સ્પેરપાર્ટ છુટા પાડવાની ફિરાકમાં હોવાની બાતમી મળતા એલ.સી.બીની ટીમે માતવા ગામએ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો કિશોરના ઘર આગળ આયોજન બદ્ધ વોચ ગોઠવી હાથ ધરેલ કોમ્બિંગ દરમ્યાન માતવા ગામેથી શંકાસ્પદ મોટરસાયકલો તથા મોટરસાયકલ ના સ્પેરપાર્ટ સબમરસીબલ મોટર નંગ ચાર સબમરસીબલ મોટર નો ૩૦૦ ફૂટ લાંબો કેબલ વાયર તથા વડવા ગામે સરદાર મનજી ભાભોર ના ઘરેથી ૨૫૦ ગ્રામ વજનનો ચાંદીનો કેડ જુલો વિડિયો ૧૩૦ ગ્રામ વજનના ચાંદીના છડા મળી રૂપિયા નો મુદ્દામાલ કબજે કરી ચોરી અને ઘરફોડ ચોરીના ૧૧ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે પકડાયેલા ઉપરોક્ત બંને આરોપીઓની સાથે અન્ય ત્રણ મળી કુલ પાંચ ની ગેંગ છે જેઓ મોબાઈલ ફોનમાં ગુગલ એપ્સ થી ચોક્કસ ગામ શહેરો તેમજ રાજ્ય જાેઈ ચોરી કરવા જવાનું નક્કી કરતા અને તે વખતે ચોરીની મોટર સાયકલનો ઉપયોગ કરતા તેમજ રાત્રિ માં બંધ મકાનોને ટાર્ગેટ કરતા અને મકાનોના દરવાજાનું તાળું તોડી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા