અમદાવાદ, તા.૧૬  

શહેરનાં બોડકદેવ વિસ્તારમાં આવેલી હોટલ જીંજરના ક્વોરન્ટીન સેન્ટરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓ દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે દરોડો પાડતા દર્દી પાસેથી એક દારૂની બોટલ મળી હતી. હોટલના રૂમમાં કોરોનાના દર્દી સાથે તેનો મિત્ર જે નેગેટિવ છે તે પણ રૂમમાંથી મળી આવ્યો હતો. ત્યારે જીંજર હોટલ સામે સવાલ ઉઠી રહ્યો છે કે, ક્વોરન્ટીન સેન્ટરમાં માત્ર પોઝિટિવ દર્દીઓ હોય તો નેગેટિવ દર્દીને પ્રવેશ કઇ રીતે આપવામાં આવ્યો. હોટલમાં દારૂની બોટલ કઇ રીતે પહોંચી અંગે સવાલો ઉઠી રહ્યા છે. વસ્ત્રાપુર પોલી સ્ટેશનનાં પીઆઇ વાય.બી જાડેજાએ જણાવ્યું કે, હોટલ છસ્ઝ્ર નું કોવિડ સેન્ટર હાલ નથી. યુવક કોરોનાનો દર્દી હતો અને ત્યાં ક્વોરન્ટીન હતો. જો કે મિત્ર સાથે દારૂ પીવા માટે ભેગો થયો હતો. ઉત્તર પશ્ચિમ ઝોનનાં ડે.હેલ્થ ઓફીસર અરવિંદ પટેલે જણાવ્યું કે, કોરોનાના દર્દી અને જે વિદેશથી અમદાવાદ આવે છે તેવા લોકોને હોટલમાં ક્વોરન્ટીન કરવામાં આવે છે. જય પટેલ પોતે કોરોના પોઝિટિવ દર્દી છે અને આકાશે રિપોર્ટ કરાવ્યો છે. બંન્ને યુવકો દારૂ પીવા માટે એકત્ર થયા હતા. જો કે તે અંદર કઇ રીતે પ્રવેશ્યો તે અંગે પણ તપાસ ચાલી રહી છે.