આણંદ, તા.૧૬ 

ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં આણંદ જિલ્લાની ખાનગી (બિન અનુદાનિત) પ્રાથમિક શાળાઓમાં નબળા અને વંચિત જૂથના બાળકોને ધો.૧માં આરટીઇ એકટ-૨૦૦૯ હેઠળ વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

જેઓ આરટીઇ એકટ હેઠળ ધો.૧માં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેઓએ તા. ૧૯થી તા. ૨૯ ઓગસ્ટ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર-પુરાવા, કયાં અધિકારીના રજૂ કરવાના છે તે વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવી છે. અરજદારો જરૂરી આધાર-પુરાવા ભેગાં કરી ઓનલાઇન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઇન અરજી કરવાની તારીખ સમયગાળો રાખવામાં આવ્યો છે. આ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જરૂરી ડોકયુમેન્ટ સાથે વાલીએ રિસીવિંગ સેનટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા કોવિડ-૧૯ની મહામારીને કારણે રદ કરવામાં આવી છે, જેથી વાલીએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો વગેરે ઓનલાઇન પર જ અપલોડ કરવાના રહેશે. આણંદ તાલુકામાં તાલુકા પંચાયત કચેરીના કલ્પેશ આર. ઠક્કર (૮૮૬૬૧૮૯૬૬૪), ઉમરેઠ તાલુકામાં પિયુષ એમ. ભોજાણી (૯૪૨૮૦૬૨૭૭૮), બોરસદ તાલુકામાં કનુભાઇ વી. પટેલ (૯૪૨૬૩૮૦૩૩૭), આંકલાવ તાલુકામાં રોબિન્સ જે. પરમાર (૯૦૩૩૩૮૨૧૮૫), પેટલાદ તાલુકામાં રશ્મીકાંત એ. પરમાર (૮૧૪૧૦૬૩૨૬૩), સોજિત્રા તાલુકામાં વિકાસ એમ.ચૌધરી (૯૮૭૯૦૫૦૦૬૭), ખંભાત તાલુકામાં મનોજભાઇ પી.મારવાડી (૯૬૦૧૨૯૦૫૧૪) અને તારાપુર તાલુકામાં કલ્પેશ એન.પટેલ (૯૭૨૭૬૮૫૭૫૦)ને જવાબદારી સોંપાઈ છે.