ભરૂચ દેશ અને દુનિયાભરમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ સાહિતના રાજ્યોમાં કોરોનાએ પોતાનો કહેર વરસાવવાનું શરૂ કર્યું છે. ત્યારે સોસિયલ મીડિયાઓ ઉપર કોરોના સંક્રમણથી બચવા વેકસીન લેવા અનુરોધ કરતા અસંખ્ય મેસેજાે ફરે છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસે માજા મૂકી છે. એક તરફ સરકારી તંત્ર અને ખાસ કરીને આરોગ્ય ખાતું કોરોના સંક્રમીતોના સાચા આંકડા છુપાવવામાં લાગ્યું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રોજેરોજ કતારબંધ ૧૦૦થી વધુ લોકો કોરોના ટેસ્ટ માટે આવતા હોય છે. જિલ્લાભરમાં આરોગ્ય કેન્દ્રો ઉપર પણ કોરોના સંક્રમણની સંખ્યા જાેવા મળે છે. જિલ્લાની પ્રાઇવેટ લેબોરેટરીઓમાં તેમજ ખાનગી હોસ્પિટલોમાં કોરોના સંક્રમણ કેસોના તેમજ કોરોના સંક્રમણમાં થયેલ મોતના આંકડા તેેમજ સરકારી તંત્રના આંકડા સાથે સમાનતા ધરાવતા નથી. ત્યારે આરોગ્ય વિભાગ આંકડા મેળવવમાં અસફળ રહ્યું છે કે પછી આરોગ્ય વિભાગને કોરોના સંક્રમણના વધતા કેસોમાં કોઈ રસ નથી. વારંવાર સોસિયલ મીડિયા ઉપર આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર ઉપર સાચા આંકડા બતાવવા માટે રજૂઆતો થાય છે પણ જાણે સવાર સાંજ ચાની ચૂસકી ભરી મિટિંગોમાં વ્યસ્ત રહેવાનું જ ગમતું હોય તેમ તંત્ર નિષ્ઠુર બની ગયું હોય તેમ લાગે છે. લોકચર્ચા મુજબ ભરૂચ જિલ્લામાં ૨૦૦થી વધુ કોરોના ગ્રસ્ત કેસો દિવસ દરમિયાન નોંધાય છે. ત્યારે સરકારી ચોપડે બે આંકથી વધુ કોરોના કેસો નોંધાતા નથી જે ચર્ચાનો વિષય છે. પરિણામે તંત્ર નાગરિકોને સમયસર ચોક્કસ માહિતી અને સૂચનાઓ આપે તે જરૂરી છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે બેફામ બની ઉમેદવારો અને તેમના સમર્થકો રેલીઓ અને સભાઓ કરી ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. સોસિયલ ડિસ્ટન્સ અને માસ્કના કાયદાનું છડેચોક ઉલ્લંઘન થતું હતું ત્યારે આ સરકારી તંત્ર જાણે મુકબધીર બની તમાશો જાેતું રહ્યું હતું. પરિણામે હાલ નગરપાલિકા, શાળાના શિક્ષકો, સરકારી કર્મચારીઓ, કંપનીમાં કામ કરતા કમરચારીઓમાં કોરોના સંક્રમણના વૃદ્ધિના દરને નેતાઓ અને કાયદાના રક્ષકોની નિષ્કારજી માનવી કે પ્રજાની, તે હવે પ્રજા નક્કી કરે પણ હાલ તો નેતાઓ સંક્રમણના પગલે ભૂગર્ભમાં સરી પડ્યા હોય તેમ જણાય રહ્યું છે.

રાજપીપળા નગરમાં કોરોના પોઝીટીવ દંપતીના મોતથી ફફડાટ

ભરૂચ, રાજપીપળા નગરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો સતત વધી રહ્યા હતા.જે ચિંતાનો વિષય બન્યો હતો.આટલા બધા કેસો વધતા જતા હોવા છતાં કોઈનું મૃત્યુ થયું નહોતું. પણ આજે કોવિદ આયુર્વેદિક હોસ્પિટલના એપેડેમિક ઓફિસર ડો.કશ્યપ દ્વારા બે ના મોત થયાના સત્તાવાર જાહેરાત કરાઈ છે. જેમાં રાજપીપલા શ્રીજી નગરના ૮૨ અને ૮૩ વર્ષના દંપતીનું રાજપીપળા કોવિદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયાના અહેવાલ છે. રાજપીપલા કોવિદ હોસ્પિટલના સત્તાધીશો એપિડેમિક ઓફિસરના જણાવ્યા અનુસાર રાજપીપળા શ્રીજી નગરમાં રહેતા ૮૨ વર્ષની વૃદ્ધ મહિલા આયુશીબેન જયેન્દ્રસિંહ બારોટનું ૨ જી એપ્રિલ ના રોજ તથા તેમના ૮૩ વર્ષ ના પતિ જયેન્દ્રસિંહ નેવીસિંહ બારોટનું ૩ જી એપ્રિલના રોજ રાજપીપળા કોવિદ હોસ્પિટલ માં સારવાર દરમ્યાન મોત થયું હતું.જેમાં આ બન્ને ને ૧લી એપ્રિલના રોજ ૧ ઃ૪૫ કલાકે દાખલ કર્યા હતા.જેમને શ્વાસની, કફની અને તાવની તકલીફ હતી.મૃત્યુના કારણમાં બન્ને હાઇપર ટેંશનની બીમારી હોવાનું જણાવ્યું હતું.આમ રાજપીપળામાં બે દર્દીઓના મોત થવાથી ચિંતાનો વિષય બન્યો છે.જાેકે નર્મદા જીલ્લામાં કોરોના ના કેસો સતત વધી રહ્યા છે ગઈકાલે ૧૭પોઝિટિવ આવ્યા હતા.અત્યાર સુધીમાં કુલ ૨૨૮૭ કેસો આવી ચૂક્યા છે.હજુ પણ રાજપીપળા કોવિદ હોસ્પિટલમાં ૩૩,કોવિદ કેર હોસ્પિટલ મા ૧૯,સુરત અને વડોદરા ખાતે ૧૧ મળીને કુલ ૧૪૦ દર્દીઓ સારવાર હેઠળ છે. રાજપીપળા નગરમાં કોરાના બેના મોત થયા બાદ નગરપાલિકાનું અને તંત્ર આરોગ્ય તંત્ર સાવચેત બની ગયું છે.રાજપીપળા નગર પાલિકાની ગાડી માઈક લઈને જાહેરાત કરી રહી છે કે નગરજનોએ માસ્ક ફરજીયાત પહેરવાનો રહેશે.જાહેરમાં થૂંકવા ઉપર પ્રતિબંધ મુકાયો છે.કાયદાનું ઉલ્લંઘન કરતા પકડાશે તો દંડ વસૂલ કરવામાં આવશે.એ ઉપરાંત નગરના વેપારીઓ તથા લારી ગલ્લા વાળાઓ માટે પણકડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.દુકાનદારો અને લારી ગલ્લાવાળાઓને સુચના આપવામાં આવી છે કે દુકાનો મા કામ કરતા કર્મચારીઓતથા વેપારીઓ એ ફરજીયાત આરટીપી સીઆરનો ટેસ્ટ કરાવવાનો રહેશે. નેગેટિવ રિપોર્ટ આવેતો ધંધો કરી શકાશે અન્યથા ધંધો કરી શકાશે નહીં.વેપારીઓ અને ગ્રાહકો માટે પણ કોરોનાનું સંક્રમણ ન થાય માટે ના પગલા રૂપે આ કડક કાયદા અમલમાં મૂક્યા છે.