દિલ્હી-

કોરોના મહામારી વિરુદ્ધ રસીકરણ અભિયાન તિવ્ર ગતિએ ચાલી રહ્યું છે. સરકારના આંકડા મુજબ રસીકરણના ૫૫માં દિવસે દેશમાં અત્યાર સુધીમાં રસીના ૨.૫૬ કરોડથી વધુ વેક્સિન ડોઝ અપાઈ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩.૧૭ લાખ લાભાર્થીઓને રસી અપાઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લાભાર્થીઓને કોરોનાની રસીના કુલ ૨,૫૬,૮૫,૦૧૧ ડોઝ અપાયા છે. રસી મેળવનારા લાભાર્થીઓમાં ૭૧,૭૦,૫૧૯ સ્વાસ્થ્ય કર્મચારી, ૭૦,૩૧,૧૪૭ ફ્રન્ટલાઈન વર્કર્સ, ૬૦ વર્ષથી વધુ વયના ૫૫,૯૯,૧૪૩ લોકો અને ૪૫ વર્ષથી વધુ વયના અને ગંભીર બીમારીનો સામનો કરતાં ૯,૨૯,૩૫૯ લોકોનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય કર્મચારીઓમાંથી ૩૯,૭૭,૪૦૭ અને ફ્રન્ટલાઈન વર્કર્સમાંથી ૫,૮૨,૧૧૮ને રસીનો બીજાે ડોઝ પણ અપાઈ ચૂક્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, બુધવારે ૭,૨૫,૯૩૦ લોકોને રસીનો પહેલો અને ૧,૯૬,૧૦૯ સ્વાસ્થ્ય કર્મીઓ તેમજ ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાનો બીજાે ડોઝ અપાયો છે. પહેલો ડોઝ લેનારાઓમાં ૬૦ વર્ષથી વધુ વયના ૪,૯૫,૦૨૬ લોકો અને ગંભીર બીમારીથી ગ્રસ્ત ૪૫ વર્ષથી વધુ વયના ૯૫,૮૩૪ દર્દીઓનો સમાવેશ થાય છે.