અમદાવાદ-

અમદાવાદમાં આવતીકાલે કોર્પોરેશનના તમામ સેન્ટરો પર રસીકરણ પ્રક્રિયા બંધ રહેશે. અમદાવાદનાં 400 જેટલા સેન્ટરો રસીકરણ માટે ફાળવેલા છે. જે તમામ સેન્ટરો પર આવતીકાલે રસીકરણ પ્રક્રિયા નહીં થાય. બુધવારના દિવસે મમતા દિવસ હોય છે અને આ દિવસે નાના બાળકો તેમજ અન્ય રોગો કે વાયરલની રસી આરોગ્ય કેન્દ્રો પર આપવામાં આવતી હોય છે. જેને અનુલક્ષિને આવતીકાલે રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે.

અમદાવાદ કોર્પોરેશનના હેલ્થ અધિકારી ભાવિન સોલંકીએ જણાવ્યુ હતું કે ઘણા સમયથી અમદાવાદમાં રસીકરણ તેજ કરવામાં આવ્યું છે. હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અનેક બીમારીઓ આ ચોમાસામાં થાય છે જેને લઈને નાના બાળકોનું વેક્સિનેશન થવું જરૂરી છે. જેથી આવતીકાલે તમામ સેન્ટરો પર રસીકરણ બંધ કરી અને પોલિયો, ટીબી અને અન્ય બાળકોને જે રસી આપવાની હોય છે. તે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોકે દર અઠવાડિયાના બુધવારે મમતા દિવસ હોય છે. આજે આ દિવસે બાળકોનું વેક્સિનેશન કરવામાં આવતું હોય છે. જોકે આ અગાઉ પણ વેક્સિન નહીં મળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ગઇકાલે પણ વેક્સિન બંધ રહેશે. અનેક ફરિયાદો પણ મળી રહી છે કે સેન્ટરો પર વેક્સિન નથી મળી રહી નથી.ત્યારે હવે આવતીકાલે પણ રસીકરણ બંધ રહેતા લોકોને થોડી અગવડતા પડશે.