વડોદરા-

વડોદરા શહેરના પાણીગેટના બાવામાન પુરા વિસ્તારમાં મોડી રાત્રે 3 માળની ઇમારત ધરાશાયી થઇ હોવાનું સામે આવ્યું છે. આ ઇમારતમાં દબાયેલા 4 શ્રમિકોમાંથી 3નાં મૃત્યું થયા છે. આ દૂર્ઘટનામાં 1 મહિલા અને 2 પુરુષના મોત થયા છે. બાવામાનપુરા સ્થિત આ બિલ્ડિંગના ભંગારમાં ઘણા લોકો ફસાય હોવાની આશંકા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગ લગભગ 80 વર્ષ જુની હતી અને 4 થી 5 પરિવારો ત્યાં રહેતા હતા.


મળતી માહિતી મુજબ શહેરના પાણીગેટના બાવામન પુરા વિસ્તારમાં 3 માળની બિલ્ડીંગ મોડી રાત્રે ધરાશાયી થઇ ગઇ. આ દૂર્ઘટનામાં 4 શ્રમિકો આ ઇમારત ધરાશાયી થતા દબાયા હતા. જેમાંથી 3ના મોત થયા છે. આ દૂર્ઘટનામાં થયેલા 3 શ્રમિકોમાં 1 મહિલા અને 2 પુરુષાના મોત થયા છે. જ્યારે એક 18 વર્ષીય યુવકને જીવિત બહાર કાઢવામાં આવ્યો છે. આ શ્રમિક યુવક રાજસ્થાનનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.


આ ઇમારતની છત પર 4 લોકો સુતા હતા. ફાયર બ્રિગેડે તમામ 4 લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે. દબાયેલા શ્રમિકો આ ઇમારતની છત પર સુતા હતા. હાલમાં આ ઇમારતનું કામ ચાલી રહ્યું હતું. જો કે ઇમારત ધરાશયી થતા જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.