વલસાડ, ૩૧ મી ડિસેમ્બર ના રોજ શરાબ ના શોખીનો રાજ્ય ને અડી ને આવેલ સંઘપ્રદેશ દમણ અને સેલવાસ જઇ દારૂ ની મહેફિલો માણતા હોય છે બીજી તરફ ગુજરાત માં દારૂબંધી છે જેથી દમણ થી દારૂ પી ને આવતા શરબીઓ પર પોલીસ કાયદાકીય પગલાં ભરે છે પોલીસ નો કડક બંદોબસ્ત હોવા છતાં દારૂડિયાઓ માનતા નથી અને પોલીસ ના હાથે દંડાતા હોય છે. આ વર્ષે દારૂબંધી ના કાયદા નો સરેઆમ ફિયાસકો ન થાય એટલા માટે વલસાડ ડીએસપી એ કડક બંદોબસ્ત ની વ્યવસ્થા કરી છે અને પીધેલાઓ માટે અલગ હોલની વ્યવસ્થા કરી છે. 

સંઘપ્રદેશ માટે ૩૧મી ડિસેમ્બર એટલે આખા વર્ષનો કમાણીનો શ્રેષ્ઠ દિવસ છે. જે દિવસે આખું દમણ પ્રવાસીઓથી છલકાય છે કશે જગા પણ મળતી નથી રસ્તાઓ અને સમુદ્ર કિનારે હકડેઠઠ ગિર્દી હોય છે જે દ્રશ્યોનું પુનરાવર્તન આ વખતે શક્ય નથી છતાં સંઘને આશા છે કે દારૂ પીનારા શોખીનોથી તો ૩૧મી ખાલી નહીં જ જાય. જેને લીધે ગુજરાત પોલીસ પણ સાબદું થયું છે.જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલા દ્વારા આગોતરુ મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં સંઘને લાગુ વલસાડ જિલ્લાની તમામ સરહદ પર પોલીસ દ્વારા સઘન તપાસ આરંભાઇ છે, દારૂ-બિયર ગુજરાતમાં નહીં પ્રવેશે તેવી તકેદારી રખાઈ રહી છે.