વારાણસી-

કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ મામલે પુરાતત્ત્વ સર્વેક્ષણનો નિર્ણય આવી ગયો છે. કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ મામલે પુરાતત્ત્વીય સર્વેને કોર્ટે મંજૂરી આપી દીધી છે. સાથે સર્વેનો તમામ ખર્ચો સરકાર ઉઠાવશે તેવો નિર્ણય પણ કોર્ટે સંભળાવ્યો છે. વારાણસી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની સુનાવણી થઈ હતી.

આ પહેલા 2 એપ્રિલના રોજ થયેલી સુનાવણી દરમિયાન બંને પક્ષો દ્વારા ચર્ચા બાદ નિર્ણય અનામત રાખવામાં આવ્યો હતો. કોર્ટે સર્વે કર્યા બાદ માહિતી રજૂ કરવાનો આદેશ આપ્યો છે. શ્રી કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્ચિદ મામલે 2019 ડિસેમ્બરથી પુરાતત્તવી સર્વેક્ષણ કરવાને લઈને કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો હતો. વારાણસી ફાસ્ટ ટ્રેક કોર્ટના જજ આશુતોષ તિવારીએ કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્ચિદ મામલે મહત્વનો ચૂકાદો સંભળાવ્યો છે. વારાણસી ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયાધીશ આશુતોષ તિવારીએ સર્વે કરીને સર્વે રજૂ કરવા આદેશ આપ્યો છે.