ફતેપુરા : ફતેપુરા તાલુકામાં ગુજરાત સરકારની ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના ચાલી રહી છે જેમાં કામ કરતા કર્મચારીઓને યોગ્ય પગાર ધોરણ ન મળતા આજરોજ ફતેપુરા તાલુકાના મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. 

ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ વી સી ઈ ને છેલ્લા ૧૪ વર્ષથી વગર પગારે કમિશન પર કામ કરે છે સરકાર શ્રી દ્વારા વી.સી.ઈ.ના હિત માટે પગલાં ભરવા જોઇએ પરંતુ વી સી ઈના હિત માટે પગલા ભરવામાં ન આવતા અને વીસીઇ ને કોઈ લાભ કે પગાર ધોરણ બાબતે વિચાર ન કરતા વી સી ઈ મંડળ દ્વારા અવાર-નવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ કરવામાં આવેલ નથી તો રાજ્ય મંડળ દ્વારા કામગીરીનો બહિષ્કાર કરવાનો ર્નિણય કરેલો છે તેઓ આવેદનપત્રમાં જણાવ્યું હતું.

હાલ કોરોના મહામારી ના કારણે વી સી ઈ દ્વારા ખેડૂતોના ઘસારા ના કારણે મગફળી રજીસ્ટ્રેશન અને ૩૭,૦૦ કરોડ સહાય પેકેજ ની એન્ટ્રી કરતા વી સી ઈ કોરોના ગ્રસ્ત થવાની સંભાવના છે તથા અગાઉ પીએમ કિસાન કૃષિ સહાય જન્મ-મરણ રીએન્ટ્રી કરેલ હોય બે વર્ષ જેટલો સમય થયો તેમ છતાં હજુ સુધી ચુકવણું કરવામાં આવેલું નથી તથા છેલ્લા ૧૪ વરસથી કમિશન પર કામ કરતા હોય કમિશન વધવાને બદલે ઘટી ગયું છે અને મોંઘવારીના સમયમાં કમિશન પર કામ કરવું પોસાય તેમ નથી.