મુંબઈ-

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા લલિત બહલનુ, 71 વર્ષની વયે અવસાન થયુ. છેલ્લા એક અઠવાડિયાથી તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને તેઓ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં સારવાર લઈ રહયા હતા.લલિત બહલ હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા, અને તેમાં તેમને ગયા અઠવાડિયે કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો નહી. પરંતુ તેમના ફેફસામાં આ ચેપ ખૂબ જ ઝડપથી ફેલાયો હતો. આખરે શુક્રવારે તેણે પ્રાણ છોડી દીધા હતા.

લલિત એક જાણીતા અભિનેતા સાથે, નિર્માતા-દિગ્દર્શક પણ હતા. તેમણે નિર્માતા તરીકેની કારકીર્દિની શરૂઆત 'તાપસ, 'આતિશ', 'સુનહરી જીલ્દ' જેવી ટેલીફિલ્મથી કરી હતી.લલિતે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત, લોકપ્રિય ટીવી શો 'અફસાને' થી કરી હતી. આ સિવાય તેમણે 'જજમેંટલ હૈ ક્યા', 'તિતલી' અને 'મુક્તિ ભવન' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતુ. લલિત બહલ ના નિધનથી મનોરંજન જગતમાં શોકનુ મોજું છે.