મુંબઇ 

ઈન્ડિયન ફીમેલ સુપરહીરોની વાત કરતી કોમિક બૂક સીરિઝની ચોથી એડિશન રીલિઝ થઈ છે. પ્રિયા'સ માસ્ક નામની આ સીરિઝમાં સમગ્ર વિશ્વને હેરાન કરી રહેલા કોવિડ-19 પેનડેમિક સામેના સંઘર્ષની વાત થઈ છે. આ સીરિઝ આધારિત મૂવી બીજી ડિસેમ્બરે વર્લ્ડવાઈડ રીલિઝ થવાની છે, જેના માટે વિદ્યા બાલન અને મૃણાલ ઠાકુરે અવાજ આપ્યો છે.

કોમિક બૂક અને ફિલ્મમાં ઈન્ડિયા અને પાકિસ્તાનના બે પોપ્યુલર સુપરહીરોઝને રજૂ કરવામાં આવશે. પ્રિયા એ ભારતીય સુપરહીરો છે અને બુરકા એવેન્જર એ પાકિસ્તાની છે. પ્રિયાને મૃણાલ ઠાકુરનો અવાજ મળ્યો છે, જ્યારે વિદ્યા બાલને પ્રિયાની ફ્રેન્ડ ફ્લાઈંગ ટાઈગર સાહસને વોઈસ આપ્યો છે. આ વેન્ચર અંગે મૃણાલ ઠાકુરે જણાવ્યું હતું કે, કોમિક બૂક લવર હોવાના કારણે સુપરહીરો પ્રિયાનું કેરેક્ટર મને ખૂબ ગમ્યું છે. ક્રીએટીવ મીડિયમની મદદથી આવી કોઈ વ્યક્તિને જીવનમાં લાવવાનું મને ગમશે. હંમેશા મારી ઈચ્છા સુપરવૂમન બનવાની હતી, જે સોશિયલ ઈશ્યૂ પર અવેરનેસ લાવે.

આવા ઉમદા કાર્યો કરતી સુપરવૂમનનો અવાજ બનવાથી વધારે એક્સાઈટિંગ કંઈ નથી. પ્રિયા અને સાહસ જેવા કેરેક્ટર હાલના સમયમાં વિશ્વને જેની જરૂર છે, તેવો મેસેજ આપી રહ્યા છે. યુએસ બેઝ્ડ ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર અને ટેકનોલોજિસ્ટ રામ દેવિનેની દ્વારા આ સીરિઝ ક્રીએટ કરાઈ છે. પ્રિયા'સ માસ્કનું પ્રોડક્શન તન્વી ગાંધી, ઈન્દ્રાની રે અને મોનિકા સામટાનીએ કર્યું છે, જ્યારે તેના રાઈટર શુભ્ર પ્રકાશ છે. પ્રિયાને સૌ પ્રથમ 2014માં ઓડિયન્સ સાથે ઈન્ટ્રોડ્યુસ કરાઈ હતી. આ કોમિક બૂકમાં રેપ, એસિડ એટેક, સેક્સ ટ્રાફિકિંગ જેવા ઈશ્યૂઝ પર અગાઉ વાત કરવામાં આવી હતી.