કોલકાતા

સર્વિસિસ સામે ૬૨ રનથી હારી ગયું હોવા છતાં સૌરાષ્ટ્ર વિજય હઝારે ટ્રોફી ટૂર્નામેન્ટની ગ્રુપ-ઇની ટોચની ટીમ તરીકે નોકઆઉટ તબક્કામાં પ્રવેશ્યું. સૌરાષ્ટ્રના ૧૬ પોઇન્ટ હતા અને તે ચંદીગઢ કરતા ચાર પોઇન્ટ આગળ હતું. ચંદીગઢને જમ્મુ કાશ્મીરે આઠ વિકેટથી પરાજય આપ્યો હતો.

સર્વિસિસએ રાહુલસિંહ ગેહલોતના ૧૫૮ રનની મદદથી સાત વિકેટ પર ૩૦૧ રન બનાવ્યા. જવાબમાં સૌરાષ્ટ્રની ટીમે ૪૩.૧ ઓવરમાં ૨૩૩ રને ઓલઆઉટ થયું હતું.

સતત પાંચમી જીત નોંધાવવાના પ્રયાસમાં સૌરાષ્ટ્રએ ૧૦.૩ ઓવરમાં ૨૬ રનમાં સર્વિસિસની ચાર વિકેટ ઝડપી હતી. કેપ્ટન જયદેવ ઉનડકટે ૫૧ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.ગેહલોતે તેની ઇનિંગ્સમાં ૨૧ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. દેવેન્દર લોચાબે ૮૬ બોલમાં ૬૪ રન બનાવ્યા.

તેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ શરૂઆતથી જ સંઘર્ષ કરતી જોવા મળી હતી. ડાબોડી સ્પિનર રાહુલસિંહે ૪૫ રનમાં ચાર વિકેટ લીધી હતી. વરૂણ ચક્રવર્તીએ ૬૨ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

બીજી મેચમાં હરિયાણાએ બંગાળને પાંચ વિકેટથી હરાવ્યું હતું. બંગાળની ટીમ ૪૫.૧ ઓવરમાં ૧૭૭ રને ઓલઆઉટ થયું હતું.. જવાબમાં હરિયાણાની ટીમે પાંચ વિકેટ ગુમાવીને૪૩. ૩ ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો.