દિલ્હી-

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે ગેંગસ્ટર વિકાસ દુબેની એન્કાઉન્ટરની તપાસ કરનારી ન્યાયિક તપાસ પંચના પુનર્ગઠનની અરજીઓને ફગાવી દીધી હતી.

આ અરજીઓ વકીલ ઘનશ્યામ ઉપાધ્યાય અને અનૂપ અવસ્થી દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેમાં ડીજીપી કેએલ ગુપ્તાને હટાવવાની માગ કરી હતી.આ બંને અરજદારો અગાઉ પણ સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા અને આ કેસની સીબીઆઇ/એનઆઇએ તપાસની માગ કરી હતી.ભારતના મુખ્ય ન્યાયાધીશે અરજદારોના દાવા પર પ્રતિક્રિયા આપતા કહયું કે, તપાસ અધિકારીઓ તપાસ ચાલુ છે અને અપરાધીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

સીજેઆઇએ ટિપ્પણી કરી હતી કે," તેઓ અરજદારોની આશંકાને કારણે આવીરીતે કોઇ પણ વ્યક્તિને સમિતિમાંથી ન બદલી શકાય. તેમણે કહ્યું, 'પેનલમાં સુપ્રીમ કોર્ટના જજ, હાઈકોર્ટના જજ છે. એક અધિકારીના કારણે સમિતિને ખત્મ કરવામાં નહીં આવે."વિકાસ દુબે એન્કાઉન્ટરની તપાસ સમિતિ માટે, યુપી સરકાર વતી, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ બી.એસ. ચૌહાણ અને પૂર્વ પોલીસ મહાનિર્દેશક કે.એલ. ગુપ્તાનું નામ આપવામાં આવ્યું હતું, જેને કોર્ટે સ્વીકારી લીધું હતું.