બોડેલી -

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરીપુરા, ચંદનપુરા, તેમજ રાજપુરા ગામની ભોગોલિક સ્થિતીએ છે કે તેમણે અન્ય ગામ સાથે સંપર્ક કરવો હોય તો હરીપૂરા ગામ પાસેથી પસાર થતી અશ્વિન નદી ઉપર વર્ષો પહેલા બનાવેલા લો લેવલ ક્રોઝવે ઉપરથી જ પસાર થઈને જવું પડે છે. પણ સ્થિતી એ છે કે આ લો લેવલ ક્રોઝવે વર્ષો પહેલા નદીમાં આવેલા ભારે પૂરને લઈ ધોવાઈ ગયું છે લો લેવલ ક્રોઝવેના કિનારા પાળીઓ જ રહી ગઈ છે . જેના ઉપર થી ૮૦૦ ની વસ્તી ધરાવતા ત્રણ ગામના પસાર થાય છે કિનારાની પારી ઉપર લીલ જામેલી છે લપસી જવાનો તેઓને સતત સતાવી રહ્યો છે આમ છતાં લોકો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છેસવાર અને સાંજના સમયે લોકો ની અવાર જવર વધુ હોય ત્યારે કેટલાક યુવાનો આ વૃદ્ધો ને પસાર કરવા માટે એક દોરડુ બાંધે છે જેનું વૃદ્ધો અને મહિલાઓ સહારો લે છે . આ ગામના બાળકોને વધુ અભ્યાસ માટે સામે કિનારે આવેલી શાળાઓ માં જવું પડતું હોય છે ચોંમસાના ચાર માસ સુધી તો ખુબજ પાણી હોય તેઓનો અભ્યાસ પણ બગડે છે. ખાસ કરીને મહિલાઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.