દિલ્હી-

દિલ્હીની એક એનજીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેણે અયોધ્યામાં રામ મંદિર માટે 115 દેશોમાંથી પાણી મંગાવ્યુ છે. આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ચીન, કંબોડિયા વગેરેનો સમાવેશ થાય છે.

દિલ્હી સ્થિત એનજીઓએ બુધવારે દાવો કર્યો હતો કે તેણે અયોધ્યામાં રામ મંદિર માટે 115 દેશોમાંથી પાણી મંગાવ્યુ છે. એનજીઓ 'દિલ્હી સ્ટડી સર્કલ' અનુસાર ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, કેનેડા, ચીન, કંબોડિયા, ક્યુબા, ડીપીઆર કોંગો, ફિજી, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઇઝરાયેલ, જાપાન, કેન્યા, લાઇબેરિયા, મલેશિયા, મોરેશિયસ પાણી મ્યાનમાર, મંગોલિયા, મોરોક્કો, માલદીવ અને ન્યુઝીલેન્ડથી આયાત કરવામાં આવી છે. મોદીએ ગયા વર્ષે 5 ઓગસ્ટે રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. "મોદીએ ગયા વર્ષે 5 ઓગસ્ટે રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો" આ એનજીઓના વડા અને દિલ્હીના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય વિજય જોલીએ કહ્યું કે, તેમને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી, વિશ્વ હિન્દુ પરિષદના દિવંગત આંતરરાષ્ટ્રીય પ્રમુખ અશોક સિંઘલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી પ્રેરણા મળી. 

વિજય જોલીએ એક નિવેદનમાં કહ્યું, “એવા સમયે જ્યારે લોકો કોવિડ -19 રોગચાળાને કારણે એક દેશથી બીજા દેશમાં મુસાફરી કરી શકતા નથી, અમે અમારા વિશ્વાસ અને આસ્થાના ઐતિહાસિક મિશનમાં સફળ થયા છીએ. મરિયદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ માત્ર અયોધ્યાના લોકો દ્વારા જ પૂજનીય નથી પરંતુ આધુનિક સમયમાં વિશ્વભરના લાખો લોકો દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે.આ સંસ્થા આગામી મહિને અયોધ્યામાં આ પાણી મોકલવાની યોજના કરી રહી છે. અત્યારે અયોધ્યામાં ભવ્ય રીતે શ્રી રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. મંદિરનું નિર્માણ વર્ષ 2023 ના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. દેશ અને દુનિયાના લોકો પણ આ મંદિરના નિર્માણ માટે દાન આપી રહ્યા છે.