અમદાવાદ-

યાત્રી સુવિધાને ધ્યાનમાં લઈને પશ્ચિમ રેલવે દ્વારા સોમનાથ અને જબલપુર વચ્ચે બે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટ્રેન નંબર 01463/64 સોમનાથ-જબલપુર સ્પેશિયલ ટ્રેન 4, ઓક્ટોબર 2020થી સોમનાથથી ઉપડશે. જયારે ટ્રેન નંબર 01465/66 સોમનાથ-જબલપુર દ્વિ-સાપ્તાહિક ટ્રેન 5 ઓક્ટોબરથી સોમનાથથી ઉપડશે.

1. ટ્રેન નંબર 01463, સોમનાથ-જબલપુર વચ્ચેની સ્પેશિયલ ટ્રેન : 4 ઓક્ટોબર, 2020થી દર મંગળવાર ,બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવારે સવારે 09:30 કલાકે નીકળીને બીજે દિવસે બપોરે 02:20 કલાકે જબલપુર પહોંચશે. તેવી જ રીતે આ આ ટ્રેન 3 ઓક્ટોબર, 2020થી દર મંગળવાર, બુધવાર, ગુરૂવાર, શનિવાર અને રવિવારે જબલપુરથી સવારે 11:40 કલાકે વાગે નીકળીને બીજે દિવસે સાંજે 05:45 કલાકે સોમનાથ પહોંચશે. આ ટ્રેન બંને તરફ વેરાવળ, રાજકોટ,સુરેન્દ્રનગર, અમદાવાદ, છાયાપુરી, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હીરદારામ નગર, ભોપાલ, હબીબગંજ, હોશંગાબાદ, ઈટારસી, સોહાગપુર, પીપરીયા, કરેલી, નરસીહપુર, કરક બેલ અને શ્રી ધામ સ્ટેશનનો પર ઊભી રહેશે. 

2. સોમનાથ જબલપુર વચ્ચે દ્વિ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન : આ સ્પેશિયલ ટ્રેન 5 ઓક્ટોબર, 2020થી પ્રત્યેક સોમવાર અને શનિવારે સવારે 09:30 કલાકે સોમનાથથી ઉપડશે અને બીજા દિવસે 05:20 કલાકે જબલપુર પહોંચશે. તેવી જ રીતે આ ટ્રેન 2 ઓક્ટોબરથી જબલપુરથી પ્રત્યેક સોમવારે અને શુક્રવારે સવારે 10:00 વાગે ઉપડીને, બીજા દિવસે સાંજે 05:45 કલાકે સોમનાથ પહોંચશે. 

રસ્તામાં આ ટ્રેન વેરાવળ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, છાયાપુરી, રતલામ, નાગદા, ઉજ્જૈન, ભોપાલ, ગંજ બસોડા, વિદિશા જેવા સ્ટેશનો પર ઊભી રહેશે. બંને ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી-2 ટીયર, એસી-3 ટીયર, સ્લીપર કલાસ અને સેકન્ડ કલાસ સીટીંગ કોચ હશે.આ ટ્રેનોનું બુકિંગ 2 ઓક્ટોબરથી, રેલવેના પી.આર.એસ કાઉન્ટર ઉપર અને irctc ની વેબસાઈટ ઉપર શરૂ થશે. ફક્ત રિઝર્વેશન જ મળશે.