દિલ્હી-

એમ્પ્લોય પ્રોવિડેંટ ફંડ ઓર્ગેનાઇઝેશનએ પોતાના અંશધારકોની ફરિયાદનુ તાત્કાલિક ધોરણે નિવારણ લાવવા અંગે વૉટ્‌સએપ હેલ્પલાઇન નંબર શરૂ કરી છે. શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સુવિધા ઈપીએફઓની ફરિયાદોના સમાધાન માટે અન્ય પ્લેટફોર્મ ઉપરાંત છે. આ પ્લેટફોર્મમાં ઇપીએફઆઇજીએમએસ પોર્ટલ, સીપીજીઆરએએમએસ, સોશિયલ મીડિયા મંચ 24 કલાક કામ કરતુ કોલ સેન્ટર સામેલ છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ઈપીએફઓએ પોતાના સભ્યોના જીવનને વધુ સુગમ બનાવવા માટે વૉટ્‌સએપ આધારિત હેલ્પલાઇન સહિત ફરિયાદ નિવારણ પ્રણાલીની શરૂઆત કરી છે. આ પગલુ લેવાનો હેતુ અંશધારકોને કોવિડ-19 મહામારી દરમિયાન કોઇ અડચણ વિના સેવાઓ પૂરી પાડવાનો છે.

આ પહેલાના માધ્યમથી અંશધારક વ્યક્તિગત રૂપે ઈપીએફઓના ક્ષેત્રીય કાર્યાલયો સાથે સીધી વાતચીત કરી શકે છે. હવે ઈપીએફઓના જમામ 138 ક્ષેત્રીય કાર્યાલયોમાં વોટ્‌સએપ હેલ્પલાઇન સેવાઓ શરૂ થઇ ચુકી છે. કોઇ પણ સંબંધિત પત્ર જ્યાં તેનુ પીએફ ખાતુ છે તેને સંબંધિત ક્ષેત્રીય કાર્યાલયના હેલ્પલાઇન નંબર પર વૉટ્‌સએપ મેસેજના માધ્યમથી ઈપીએફઓ સાથે સંબંધિત સેવાઓ અંગે કોઇપણ પ્રકારની ફરિયાદ દાખલ કરી શકે છે. તમામ પ્રાદેશિક કચેરીઓની વોટ્‌સએપ હેલ્પલાઈન નંબર ઇપીએફઓની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ઇપીએફઓની આ હેલ્પલાઈનનો ઉદ્દેશ્ય વચેટિયાઓ પરની ર્નિભરતાને સમાપ્ત કરીને ડિજિટલ પહેલ અપનાવીને હિસ્સેદારોને આર્ત્મનિભર બનાવવાનો છે.

ફરિયાદોના તાકીદે નિરાકરણની ખાતરી કરવા માટે વોટ્‌સએપ પર પૂછાયેલા પ્રશ્નોના જવાબો સુનિશ્ચિત કરવા માટે દરેક પ્રાદેશિક કચેરીમાં નિષ્ણાતોની એક અલગ ટીમ બનાવવામાં આવી છે. આ હેલ્પલાઇનની શરૂઆત સાથે તે એકદમ લોકપ્રિય બની છે. અત્યાર સુધી, ઇપીએફઓએ વોટ્‌સએપ દ્વારા 1,60,040થી વધુ ફરિયાદોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. વોટ્‌સએપ હેલ્પલાઈન નંબર જાહેર થયા પછી, ફેસબુક / ટિ્‌વટર જેવા સોશ્યલ મીડિયા માધ્યમો પર ફરિયાદો/પ્રશ્નોમાં 30 ટકાનો ઘટાડો થયો છે, ઈપીએફઆઈજીએમએસ પોર્ટલ (ઇપીએફઓના ઓનલાઇન ફરિયાદ રિઝોલ્યુશન પોર્ટલ) પર 16 ટકાનો ઘટાડો થયો છે.