નવી દિલ્હી

કોરોનાના વધતા જતા કેસો પર દિલ્હી હાઈકોર્ટ ખૂબ કડક બની છે. હવે હાઇકોર્ટે મોટો આદેશ આપ્યો છે. કારમાં એકલા બેઠા હોય ત્યારે પણ કારમાં માસ્ક ફરજીયાત હોવું જરૂરી છે. દિલ્હી હાઈકોર્ટે કારને જાહેર સ્થળ માન્યું છે. કારમાં એકલા હતા ત્યારે માસ્કિંગ વિરુદ્ધ કોર્ટમાં ચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે ચારેય અરજીઓ રદ કરી હતી.

હાઈકોર્ટમાં દાખલ અરજીઓમાં કહેવામાં આવ્યું હતું કે, ખાનગી કારમાં એકલા રહેવા પર લોકોને માસ્ક ન પહેરવા બદલ ચલણો ન લેવી જોઇએ. આ સાંભળીને કોર્ટે કહ્યું કે કાર ભલે કોઈ એક વ્યક્તિની હોય, તે એક જાહેર સ્થળ છે. હાઈકોર્ટે કહ્યું છે કે માસ્ક  કોરોના ચેપના પ્રસારને અટકાવે છે. ન્યાયાધીશ પ્રતિબા એમ સિંહે કહ્યું કે તમે કારમાં છો કે ઘરે, માસ્ક લગાવવો જરૂરી છે, માસ્ક એક રક્ષણાત્મક છે.

કોરોના ચેપના વધતા જતા કેસોને જોતા દિલ્હીની કેજરીવાલ સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં નાઇટ કર્ફ્યુ લગાવી દીધો છે. મંગળવારની રાતથી 30 એપ્રિલ સુધી દરરોજ રાત્રે 10 થી 5 સુધી નાઇટ કર્ફ્યુ લાગુ રહેશે. આ માટે ડીડીએમએએ ઐપચારિક હુકમ પણ જારી કર્યો છે કે જે સ્પષ્ટ કરે છે કે આ કર્ફ્યુ દરમિયાન કયા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જો કે, સરકારે સ્પષ્ટ કહ્યું છે કે આ કર્ફ્યુને કારણે કોઈ પણ પ્રકારની જરૂરી સેવાને અસર થશે નહીં.