વડોદરા શહેર સ્વચ્છતામાં પાછળ ધકેલાઈને ૩૩મા ક્રમાંકે કેમ પહોચ્યું? તેના અનેકવિધ કારણોમાં એક કારણ એ પણ છે કે, ડોર-ટુ-ડોર કચરા કલેક્શનના વાહનોનો સમય નક્કી હોતો નથી અને ગમે ત્યારે જાતે જ સમય બદલે છે, જેનાથી હંમેશા સ્વચ્છ જાેવા મળતા વિસ્તારમાં પણ ડસ્ટબિન ઘરોની બહાર ડોર-ટુ-ડોરના વાહનોની રાહ જાેતાં જાેવા મળે છે. આવા જ દૃશ્યો શહેરના હરણી વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાની બહાર જાેવા મળ્યા હતા. વિદ્યાર્થીઓની નહીં, પણ કચરાથી ભરેલા ડસ્ટબિનની લાઈન!! જાણે ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની ગાડીની રાહ જાેતા હોય..!!