વડોદરા

વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીના સ્પર્મ લેવા બાબતે સર્જાયેલા વિવાદમાં છેવટે પત્નીના પ્રેમની જીત થઇ છે અને હાઇકોર્ટની મંજૂરી બાદ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં મૃત્યુશય્યા પર પડેલા પતિના સ્પર્મ લેવાયા છે. જોકે, કોર્ટના આદેશ બાદ IVFની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

તબીબે દર્દીની પરવાનગી વગર સ્પમ લેવાની ઇનકાર કરતા NRI પત્નીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં કોર્ટમાત્ર 7 મિનિટમાં પત્નીની તરફેણમાં ચૂકાકો આપ્યો હતો. જેથી મેડિકલ નિષ્ણાતો અને લીગલ ટીમના અભિપ્રાય બાદ હોસ્પિટલે દ્વારા સ્પમ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં કુલ 7 તબીબ અને ટીમ જોડાઈ હતી. સ્પર્મ લેવાની પ્રક્રિયા મેડિકલ જગત માટે પડકાર હતો.  દર્દીની હાલત ખુબ ગંભીર છે અને મલ્ટી ઓર્ગાન્સ ફેલ છે સ્ટર્લીંગ હોસ્પિટલ તરફથી સમગ્ર મામલે પ્રેસ .મીડિયાને માહિતી આપી હતી.   જેમાં હોસ્પિટલના ઝોનલ ડાયરેકટર - અનિલ કુમાર નામ્બીયાર, ચીફ મેડિકલ ઓફિસર ડો. જ્યોતિ પાટણકર અને ડો. મયુર ડોડીયા - મેડિકલ એડમિનિસ્ટ્રેશન વિભાગ હાજર રહ્યા હતા. કદાચ આ પ્રકાર દર્દીનું સ્પર્મ લીધું હોય તેવી પ્રથમ ઘટના છે.

આ બાબતે હોસ્પિટલની ટીમે વધુમાં જણાવ્યું હતું કે, સ્ટર્લીંગ હોસ્પિટલ માટે આ પહેલો કિસ્સો છે. અમે કોર્ટના ઓર્ડર પહેલાં જ દર્દીના સ્પર્મ લેવા માટેની તૈયારી કરી દીધી હતી. કોર્ટનો ઓર્ડર આવતા જ અમે દર્દીના સ્પર્મ લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સ્પર્મ લેવાની પ્રક્રિયા સમયે દર્દીને બ્લીડિંગ થઇ શકે છે. તે વાતથી પણ અમે દર્દીના પરિવારજનોને વાકેફ કર્યા હતા. હોસ્પિટલ દર્દીના પરિવારજનો સાથે જ છે. તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.