રાજપીપળા, નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપની રણનીતિ સફળ થઈ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટ અને કેવડિયા સત્તા મંડળનો વિરોધ કરનાર સંગઠનના આગેવાનને જ ભાજપે કેવડિયા જિલ્લા પંચાયતની ટિકિટ આપી અને એમની જીત પણ થઈ.આમ ભાજપે ચાલેલી ચાલ મુજબ આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટનો વિરોધ થમી જશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ અને કેવડિયા સત્તા મંડળનો સ્થાનિકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો હતો.નર્મદા નિગમની જગ્યામાં ફેનસિંગના વિરોધમાં સ્થાનિક આદિવાસીઓ અને તંત્ર વચ્ચે ઘણી વાર ઘર્ષણ પણ થતું હતું.આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવી ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન હતી.ચૂંટણી પેહલા નર્મદા જિલ્લા ભાજપ સંગઠને રણનીતિના ભાગ રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ અને કેવડિયા સત્તા મંડળ વિરુદ્ધ થતા આંદોલનના આગેવાન એવા દિનેશ તડવીને જ કેવડીયા જિલ્લા પંચાયત બેઠક માટે પોતાના ઉમેદવાર બનાવ્યા, પરિણામ પણ ચોંકાવનારું આવ્યું દિનેશ તડવી કેવડીયા બેઠક જીતી ગયા.

એટલે એમ કહી શકાય કે નર્મદા જિલ્લા ભાજપે અપનાવેલી રણનીતિ કારગર સાબિત થઈ, આંદોલનના આગેવાન જ હવે સરકારનો હિસ્સો બની જતા આગામી સમયમાં આદિવાસીઓનું એ આંદોલન પણ થમી જ જશે,