દાહોદ

ઇન્દોર અમદાવાદ હાઈવે પર આવેલ દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામ નજીકની સતી તોરલ હોટલ પાસે ટ્રક અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત માં મોટરસાયકલ પર સવાર મહિલા વનકર્મી નું સ્થળ પરજ કમાટી ભર્યુ મોત નિપજયું હતું જયારે ટ્રક ચાલક ઘટના સ્થળે થી પોતાની ટ્રક લઈ નાસી જ ઈ હોટેલ અવંતિકા પાસે મૂકી ફરાર થઈ ગયાનું જાણવા મળેલ છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મૂળ વતની અને હાલ દાહોદ તાલુકામાં વન વિભાગમાં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતી અને દાહોદ ફોરેસ્ટ ક્વાર્ટરમાં રહેતી અનુરાધાબેન નામની વનકર્મી મહિલા પોતાની મોટરસાયકલ પર દાહોદ તરફ આવી રહી હતી તે સમયે ઇન્દોર અમદાવાદ હાઈવે પર આવેલ કાળી તળાઈ ખાતેની સતી તોરલ હોટલ નજીક અમદાવાદ તરફથી યમદૂત બની ધસમસતી દોડી આવતી જીજે.૦૩.બી ડબલ્યુ.૬૩૩૯ નંબરની ટ્રક ના ચાલકે આગળ જતી અનુરાધાબેનની મોટર સાયકલને પાછળથી જાેશભેર ટકકર મારતા અનુરાધાબેન મોટરસાઇકલ પરથી ફંગોળાઈ રોડ પર પટકાતા ટ્રકના તોતિંગ પૈડાં અનુરાધાબેન પર ફરી વળતા અનુરાધાબેનનું સ્થળ પર જ અરેરાટી ભર્યુ મોત નિપજયું હતું જયારે ટ્રક ચાલક તેના કબજાની ટ્રક લઈને ત્યાંથી નાસી ૧૦ થી ૧૨ કિલોમીટર દૂર આવેલ અવંતિકા હોટેલ પાસે પોતાની ટ્રક મૂકી નાસી ગયો હતો. ઘટનાની જાણ થતા જ દાહોદ તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.