લંડન

પુરૂષ ક્રિકેટરોને જો કોઈ મહિલા કોચિંગ આપતા નજર આવે તો ચોંકી જશો નહીં, કારણ કે આમ થવા જઈ રહ્યું છે. ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટ ક્લબ સસેક્સે જાહેરાત કરી કે પૂર્વ ખેલાડી સારા ટેલર આગામી સત્ર માટે ક્લબના કોચિંગ સ્ટાફમાં સામેલ થશે. એશલે રાઇટ પણ સસેક્સ કોચિંગ સ્ટાફમાં સામેલ થશે. સસેક્સ ક્રિકેટે એક નિવેદનમાં કહ્યું, 'સસેક્સ ક્રિકેટ આગામી સીઝન માટે પોતાના કોચિંગ સ્ટાફમાં સારા ટેલર અને એશલે રાઇટને સામેલ કરવાની જાહેરાત કરવાથી ખુબ ખુશ છું.'

આ બન્ને પૂર્વ ક્રિકેટર કોચિંગ ટીમની સાથે કામ કરશે. સારા ટેલર ક્લબના વિકેટકીપરોની સાથે કામ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. તેણે ૧૩ વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં ઈંગ્લેન્ડ માટે ૨૨૬ મેચ રમી છે. સારા મહિલા ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટકીપિંગ કરનાર ખેલાડી છે. તમે તે જાણીને ચોંકી જશો કે પ્રથમવાર કોઈ મહિલા ખેલાડી પુરૂષ ટીમના કોચિંગ સ્ટાફમાં સામેલ કરવામાં આવી છે. એટલું જ નહીં તે ડોમેસ્ટિક સ્તર પર પ્રોફેશનલ ક્રિકેટમાં પુરૂષોની મેચમાં વિકેટકીપિંગ કરી ઈતિહાસ રચી ચુકી છે. 

૭ હજારથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનારી સારા ટેલર, એશલે રાઇટ્‌‌સ, જેસન સ્વિફ્ટ અને અન્ય કોચિંગ સ્ટાફની સાથે કામ કરશે. સારાએ પોતાના નિવેદનમાં કહ્યું, 'હું ક્લબના વિકેટકીપરોની સાથે કામ કરવાને લઈને ખુબ ખુશ છું. અમારી પાસે વિકેટકીપરોનો એક પ્રતિભાશાળી સમૂહ છે, જેની સાથે કામ કરવા આતૂર છું. હું વસ્તુની સરળ રીતે રાખુ છું. પુરૂષ ક્રિકેટરોમાં હવે મહિલાઓની ભાગીદારી વધી રહી છે, કારણ કે અમ્પાયરથી કઈને કોચિંગ સ્ટાફમાં મહિલાઓ સામેલ થઈ રહી છે. મહિલાઓને સપોર્ટ સ્ટાફમાં તો જોવામાં આવી છે, પરંતુ પ્રથમવાર કોચિંગ સ્ટાફમાં સામેલ થઈ સારા ટેલર ઈતિહાસ રચવાની છે.