દોહા

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરથ કમાલે વર્લ્ડ ટેબલ ટેનિસ કન્ટેન્ડર સીરીઝમાં મંગળવારે પુરૂષ સિંગલ્સ રેન્કિંગમાં ૧૬ મા ક્રમાંકિત પેટ્રિક ફ્રાન્સિસ્કાને હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.વિશ્વ રેન્કિંગમાં ૩૨ માં ક્રમાંકિત શરથે બીજા રાઉન્ડની મેચમાં જર્મન ખેલાડીને ૧૨-૧૦, ૩–૧૧, ૧૧–૭, ૭–૧૧, ૧૧-૯થી હરાવ્યો.અંતિમ આઠમાં પહોંચવા માટે તેઓએ ઇજિપ્તના અહેમદ સાલેહ અને જર્મનીના દિમિત્રીજ ઓવાચારોવ વચ્ચેની મેચની વિજેતાને પરાજિત કરવો પડશે.

જોકે ઝી સાથિયાં અને મણિકા બત્રાએ બીજા રાઉન્ડની પોતપોતાની સિંગલ્સ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સાથિયનને વિશ્વ રેન્કિંગમાં ૫ મા ક્રમે જાપાનના ટોમોકાજુ હરિમોટો સામે ૪-૧૧, ૫-૧૧, ૮-૧૧ થી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મહિલા સિંગલ્સમાં વિશ્વ રેન્કિંગમાં ૬૩ મા ક્રમે રહેલી મણિકાન જાપાનની મીમા ૪-૧,૫–૧૧, ૮–૧૧ હારી ગઈ હતી.