વડોદરા, તા.૩

પાદરા તાલુકાના ડભાસા ગામના તળાવમાં પીળી ચાચનો ડોક પક્ષી ઊડી શકતું નથી તેવી જાણ થતાં વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના કાર્યકરોએ રેસ્કયૂ કરીને પાદરા વન વિભાગને સુપરત કરાતાં વન વિભાગે તેની સારવાર માટેની કાર્યવાહી હાથ ધરી છે.વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના અરવિંદ પવારને સવારે પાદરા તાલુકાના ડભાસા ગામેથી ફોન આવ્યો હતો કે ગામના તળાવમાં એક પક્ષી પડયું છે અને તે ઊડી શકતું નથી તેવો કોલ મળતાં સંસ્થાના કાર્યકરો પાદરા વન વિભાગના અધિકારી સાથે સ્થળ પર પહોંચી જઈને ત્યાં પીળી ચાચનો ડોક પક્ષી તળાવમાં જાેવા મળતાં તેને તળાવમાંથી રેસ્કયૂ કરીને પાદરા વન વિભાગને સુપરત કરાયું હતું. વન વિભાગે ઈજાગ્રસ્ત પક્ષીને રેસ્કયૂ કરીને સેન્ટરમાં મોકલી સારવાર હાથ ધરી છે. સ્વસ્થ થયા બાદ પક્ષીને ફરી તેના કુદરતી સ્થળે મુક્ત કરવામાં આવશે.