વાઘોડિયા, તા.૬ 

વાઘોડિયા સમૃદ્ધિ સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી સતત ગટરો ઉભરાયા કરે છે . ગટરપાઇપલાઇનનો આગળ કનેક્શન કરીપાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહિ કરાતા ગટરનાપાણી બેક મારતા રહિશોના રસોડા તેમજ બાથરૂમ માં ઉભરાતા લોકોપરેશાની વેઠી રહ્યા છે. સોસાયટીના મુખ્ય રસ્તા વચ્ચે ગટરોના ગંદાપાણી ચેમ્બરમાંથી ઊભરાતા રહિશોને ઘર તેમજ બહાર રહેવુ મુશ્કેલ બન્યુ છે. માથુ ફાળી નાંખે તેવી દુગંઘના નરક વચ્ચે રહેતા રહિશોની સ્થિતી નર્કાગાર જેવી બની ગઈ છે. આ બાબતે સોસાયટીના રહીશોએ વારંવાર વાઘોડિયા ગ્રામપંચાયત, તાલુકાપંચાયત, જીલ્લાપંચાયત, સ્વાગત ઓનલાઇન વગેરે જગ્યાએ રજુઆત કરી ચુકયા છે . એટલુજ નહિ સમયાંતરે રિમાન્ડરપર કરાવી રહ્યા છે. છતા આશ્વાસન સિવાય કામગીરી કરાતી નથી.