છોટાઉદેપુર, તા.૨૦ 

છોટાઉદેપુરના ચલામલી ગામે પંચાયતે હાઈસ્કૂલ રોડ પર બનાવવામાં આવેલ નવીન ગટરલાઇનને એક વર્ષ પણ પૂર્ણ ન થયું હોવા છતાં ગટરલાઇનના પાઇપો બહાર દેખાવા માંડ્યા છે. ગત વર્ષે બોડેલી એટીવીટી સભ્યએ ચલામલીના વિકાસ કાર્યોમાં ૨ લાખથી વધુના રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી.

આ કામમાં સરકારની ગાઇડલાઇન મુજબ ગટરલાઇનને યોગ્ય ઊંડાઈમાં ખોદી તેને સમતલ બનાવી યોગ્ય મજબૂતાઈ ધરાવતી ભૂગર્ભ પાઇપો નાખી તેનું ટેસ્ટિંગ કરી તેને માટીથી પુરાણ કરવામાં આવે છે યોગ્ય અંતરે કુંડી બનાવવાની હોય છે ચલામલી ગ્રામ પંચાયતના સત્તાધીશો ઘ્વારા જે કોન્ટ્રાક્ટરને આ કામ સોંપવામાં આવ્યું તેમાં કોઈ પણ પ્રકારની સરકારની ગાઇડલાઇનનો અનુસરવામાં આવી નથી અને ગટરલાઇન બનાવવામાં વેઠ ઉતારી ભ્રષ્ટાચાર આચરવાની વાત લોકમુખે સાંભળાય રહી છે તાલુકાના એસ.ઓ, તલાટીની મિલી ભગતથી આ કામમાં મોટું સેટિંગ મેળવી કોન્ટ્રાક્ટરે વ્યવસ્થિત કર્યાનું પ્રમાણપત્ર કે દાખલો મેળવ્યાનું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે. હાલમાં છેલ્લા એક મહિનાથી વણઘા ગામની હદ તરફ રહેણાંક વિસ્તારના રસ્તા પાસે સિમેન્ટ કોંક્રીટનું ઉપલું સ્તર તૂટી જઈને ગટરના પાઇપો ઉપર જોવા મળી રહ્યા છે. ચલામલી અને બોડેલીને જોડતા મુખ્ય માર્ગને અડીને આ ગટરલાઇન પાઇપો જોવા મળી રહ્યા છે. પંચાયતના સત્તાધીશો અહિયાંથી રોજ પસાર થાય છે પરંતુ તેમને આ મોટો પડી ગયેલો ખાડો અને ખાડાની ઉપર દેખાતા ગટરલાઇનના પાઇપો દેખાતા નથી તેવું રાહદારીઓ જણાવી રહ્યા છે ગ્રામજનોની માંગ છે કે આ કામ જે કોન્ટ્રાક્ટરે કર્યું હોય તેની સામે યોગ્ય પગલાં ભરાય.