દિલ્હી-

આગામી કેટલાક મહિનામાં દેશના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેના માટે ચૂંટણી પંચ આજે તારીખોની ઘોષણા કરી રહ્યું છે. ચૂંટણી પંચ તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી માટેની ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે. આ રાજ્યોમાં એપ્રિલ-મેમાં ચૂંટણી યોજાઈ શકે છે. કોરોના વચ્ચે બિહારની ચૂંટણી બાદ એક સાથે ઘણા બધા રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે.  પશ્ચિમ બંગાળની 294, તામિલનાડુમાં 234, કેરળની 140, આસામની 126 અને પુડુચેરીની 30 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.

2019 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે બંગાળમાં શાનદાર પ્રદર્શન કરીને 42 લોકસભા બેઠકોમાંથી 18 જીતીને બધાને આશ્ચર્યચકિત કર્યા. બંગાળમાં વર્ષ 2016 થી 2021 (પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી) ની વચ્ચે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન, ભાજપ 15 બેઠકો પર પહોંચી હતી. કોંગ્રેસ અને ડાબેરીઓ ફરી એકવાર ચૂંટણી લડી રહ્યા છે.