ઉનાઈ,  ઉનાઈ જિલ્લા પંચાયતની સીટ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ચડાવ ગામ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું જેમાં જિલ્લા પંચાયતની સીટમાં સમાવિષ્ટ ૧૧ ગામોમાંથી આશરે ૧૦૦ જેટલા કાૅંગ્રેસીઓએ ભરતીય જનતા પાર્ટીની વિચારધારા અને વિકાસના કામોથી પ્રભાવિત થઈ ભરતીય જનતા પાર્ટીના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા તેમજ આ કાર્યકર્તાઓએ આવનાર ચૂંટણીમાં ઉનાઈ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી જીતાડવા માટેની હાકલ કરી હતી ચડાવ ગામના વતની અને બે ટર્મથી ઉનાઈ જિલ્લા પંચાયત પર કાૅંગ્રેસમાંથી જીતતા આવેલા ભીખુભાઇ પટેલ (પ્રોફેસર) ઘણા સમય પહેલા ભાજપમાં જાેડાયા હતા જેમણે જણાવ્યું હતું કે કાૅંગ્રેસમાં પીઢ નેતાઓનું માંનસન્માન જળવાતું નથી તેમજ વિકાસના કામોમાં પણ કાૅંગ્રેસ નિરશતા જ દાખવતી હોય છે. 

ભાજપની વિચારધારા અને વિકાસના કામોથી પ્રભાવિત થયો છું તેમજ નાના માં નાના કાર્યકર્તાઓને પણ ભાજપમાં માંનસન્માન મળતું હોય છે તેથી ભાજપમાં જાેડાઈ આ વખતે ઉનાઈ જિલ્લા પંચાયત પર ભગવો લહેરાવી ઉનાઈ જિલ્લા પંચાયતમાં આવતી ચાર તાલુકા પંચાયત પર ભગવો લહેરાવી ઉનાઈ જિલ્લા પંચાયત પરથી કાૅંગ્રેસના સુપડા સાફ કરવાની હાકલ કારી હતી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ચડાવ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું જેમાં ઉપસ્થિત ગાંદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલે અને નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાભાઈ શાહે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ કાર્યકર્તાઓને એકઝૂથ થઈ સંગઠનને મજબૂત કરી તાલુકા જિલ્લા પંચાયત કબજે કરવાની અને છેવડાના માનવી સુધી સરકારના વિકાસના કામોને પહોંચાડી લોકસંપર્ક થકી સરકારની અનેક યોજનાઓ વિશે માહિતગાર કરી યોજનાઓનો લાભ મળે. ભાજપ પ્રદેશ મંત્રી શીતલબેન સોની, જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ બાબુભાઇ જીરાવાલા, જીજ્ઞેશભાઈ નાયક, કનકભાઈ બારોટ, મનીષભાઈ પટેલ ,વિજયભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી ભગુભાઈ પટેલ, વાંસદા ભાજપ પ્રમુખ મણીભાઈ પટેલ, મહામંત્રી રસિકભાઈ ટાંક, સંજયભાઈ બિરારી, વાંસદા ભાજપ ઉપ પ્રમુખ કનુંભાઈ પટેલ, ઉનાઈ જિલ્લા પંચાયત ઇન્ચાર્જ અશ્વિનભાઈ ગામીત, લઘુમતી મોર્ચાના પ્રમુખ અલારખું મુલતાની તથા ઉનાઈ જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામોના સરપંચોશ્રીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.