ગાંધીનગર-

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૦૦૯ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યના કુલ કેસ 64 હજાર છસો ચોર્યાસી થયા છે 24 કલાક દરમિયાન ૯૭૪ દિવસ થયા છે આ સમય દરમ્યાન 22 દર્દીના મોત થયા છે. રાજ્યમાં હાલ એક કેસની સંખ્યા 14114 છે જેમાંથી 14,531 દર્દી સ્ટેબલ છે. ત્યારે ત્યાં સુધી દર્દી વેન્ટીલેટર પર છે અત્યાર સુધીમાં રાજ્યમાં 2509 લોકોના મોત થયા છે અત્યાર સુધીમાં કુલ 47561 લોકો સ્વસ્થ થયા છે.

રાજ્યમાં આજે કોરોનાના 1009 કેસ નોંધાતા કુલ આંકડો 64,684 પર પહોંચ્યો છે. આજે 974 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 47,561 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો આમ ગુજરાતમાં સાજા થવાનો દર 73 ટકા થયો છે. તો આ સાથે જ એક ચિંતાજનક બાબત એ પણ છે કે, રાજ્યમાં સુરત અને અમદાવાદ બાદ હવે વડોદરા અને રાજકોટમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે.