આણંદ : ગુજરાત રાજ્ય આજે સમગ્ર દેશમાં ગામડાંઓ અને વસવાટો સાથે પાકા રસ્તાથી જાેડાણ પ્રાપ્ત કરવામાં અગ્રેસર રાજ્ય બન્યું છે. એટલું જ નહીં ગુજરાત રાજ્યમાં ૯૯ ટકાથી વધુ ગામડાંઓ અને વસવાટોને જાેડવામાં આવ્યાં છે અને ગૌરવપૂર્ણ સિદ્ધિ હાસંલ કર્યા પછી સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગ્રામીણ માળખાગત વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. રાજ્યનાં રસ્તાઓની સારી ગુણવત્તા પહોંચાડવા માટે માર્ગ અને મકાન વિભાગ મુખ્યત્વે જવાબદાર હોવાથી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના(એમએમજીએસવાય) વર્ષ ૨૦૧૬-૧૭માં આ હેતુ માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના વ્યાપક ઉદ્દેશો બાકીના ગામો અને વસવાટોને પ્રથમ પાકા રસ્તાથી જાેડાણ આપીને રાજ્યના વિકાસની ગતિ તેમજ લોકોની અપેક્ષા પૂરી કરવા, નવા બિન-યોજનાકીય રસ્તાઓ બાંધવા એટલે કે ગામડાંઓ-વસવાટોને વધારાંના જાેડાણ પૂરાં પાડવાનું છે. ઉપરાંત મેટલ-માટીના રસ્તાઓને બ્લેક ટોપ સરફેસ ડામરના માર્ગોના સ્તર પર અપગ્રેડ કરવા, હયાત કોઝ-વેના સ્થાને ઊંચા સ્ટ્રક્ચર્સ બાંધવા તેમજ બારમાસી રસ્તાઓ સાથે ગ્રામીણ વિસ્તારોની સુવિધાને ધ્યાનમાં રાખીને, સલામતીનું સ્તર વધારવા માટે અને મહત્વના ગ્રામીણ માર્ગો પર મુસાફરીની સરળતા માટે વાઇડિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લામાં મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જિલ્લામાં ૨૦૧૬-૧૭થી ૨૦૨૦-૨૧ના વર્ષ દરમિયાન રૂ. ૫૯,૦૬૨.૦૩ લાખના ખર્ચે ૧૮૧૮.૪૮ કિમી લંબાઈના ૯૫૮ રસ્તાઓને મંજૂરી આપવામાં આવી છે. વિગત વાર જાેઈએ તો વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ.૨૦,૨૪૨.૫૨ લાખના ખર્ચે ૬૨૪.૫૦ કિમી લંબાઈના ૩૦૬ રસ્તાની, વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ.૧૨,૩૦૭.૪૯ લાખના ખર્ચે ૪૪૦.૫૫ કિમી લંબાઈના ૨૩૪ રસ્તાઓ, વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ.૧૦,૮૩૨.૪૬ લાખના ખર્ચે ૩૬૭.૪૦ કિમી લંબાઈના ૧૯૬ રસ્તાઓ, વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ.૧૩,૭૨૫.૫૮ લાખના ખર્ચે ૩૩૮.૯૮ કિમી લંબાઈના ૧૯૭ રસ્તાઓ, વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ.૧,૯૫૪.૦૦ લાખના ખર્ચે ૪૭.૪૦ કિમી લંબાઈના ૨૫ રસ્તાઓને મંજૂરી આપવામાં આવી છે.