વડોદરા : સેકન્ડ વેવ પીક પર પહોંચ્યા બાદ હવે પોઝિટિવ કેસોની સંખ્યા સતત ધટતા તંત્રએ રાહત અનુભવી છે. બિનસત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ વિતેલા ૨૪ કલાકમાં કોરોના અને શંકાસ્પદ કોરોનાના કારણે ૭૬ લોકોનાં મોત નિપજ્યાં હતાં. જાે કે, તંત્રના જણાવ્યા મુજબ વિતેલા ર૪ કલાકમાં વધુ ૪ મોત સાથે અત્યાર સુધી સત્તાવાર મૃત્યુઆંક ૫૮૪ થયો છે. આજે કોરોનાના વધુ ૬૨૪ પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે આજે વધુ ૮૫૭ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.

છેલ્લા બે મહિનાથી કોરોનાની સેકન્ડ વેવ પીક પર પહોંચ્યા બાદ પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.બિન સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ વિતેલા ર૪ કલાકમાં કોરોના તેમજ શંકાસ્પદ કોરોનાના કારણે ૭૬ લોકોનાં મોત થયાં છે. જાે કે, તંત્ર દ્વારા વધુ ૪ મોત સાથે અત્યાર સુધી વડોદરા શહેર-જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૫૮૪ થયો હોવાનું જણાવ્યું હતું. વડોદરા શહેર-જિલ્લામાં વિતેલા ર૪ કલાકમાં કોરોનાના ટેસ્ટ માટે લેવામાં આવેલા ૯,૧૭૬ સેમ્પલો પૈકી ૬૨૪નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ૮,િ૫૫૨ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે આજે એક્ટિવ કેસોની સંખ્યા પણ ધટીને ૮,૯૭૭ થઈ છે, જે પૈકી ૩૭૧ ઓક્સિજન સપોર્ટ પર અને ૨૩૮ દર્દીઓ વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે, જ્યારે ૮,૩૬૮ દર્દીઓ સ્ટેબલ છે.

શહેર-જિલ્લામાં આજે પોઝિટિવ આવેલા કેસો કરતાં વધુ એટલે ૮૫૭ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. આમ, અત્યાર સુધીમાં ૫૬,૭૦૭ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે, જ્યારે હોમ ક્વોરન્ટાઈન દર્દીઓની સંખ્યા પણ ઘટીને ૫,૧૮૬ થઈ છે. પોઝિટિવ આવેલા કુલ દર્દીઓ પૈકી સૌથી વધુ ૨૪,૬૬૮ દર્દીઓ ગ્રામ્ય વિસ્તારના છે, જ્યારે શહેરના પૂર્વ ઝોનમાં ૯,૧૨૮, પશ્ચિમ ઝોનમાં ૧૦,૭૦૫ ઉત્તર ઝોનમાં ૧૧,૦૦૨ અને દક્ષિણ ઝોનમાં ૧૦,૭૨૯ કેસ નોંધાયા છે.

ધન્વંતરિ આરોગ્ય રથના માધ્યમથી પાલિકાના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કરાઈ રહેલા આરોગ્ય સર્વેમાં આજે ૨૨ તાવના અને ૧૮૫ શરદી-ખાંસીના દર્દીઓ જણાઈ આવતાં સ્થળ પર જરૂરી દવાઓ આપવામાં આવી હતી, જ્યારે ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓની સંખ્યાની સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા તેમજ ઓપીડીની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે.જ્યારે ઓક્સિજનની જે ડિમાન્ડ હતી તેમાં પણ છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.