દિલ્હી-

આસામમાં સોમવારે ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ માહિતી સત્તાવાર બુલેટિનમાં આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ બપોરે આવ્યો હતો, તેનું કેન્દ્ર પશ્ચિમ આસામના કોકરાઝારમાં 10 કિલોમીટરની ઊંડાઈ પર છે. આ સ્થળ મેઘાલયમાં તુરાથી 90 કિમી ઉત્તરે સ્થિત હતું.  ભૂકંપને કારણે જાનહાનિ અથવા સંપત્તિના નુકશાનના તાત્કાલિક અહેવાલ નથી. પૂર્વોત્તર ઊંચા સિસ્મિક ઝોનમાં છે, જેના કારણે આ વિસ્તારમાં વારંવાર ભૂકંપ આવે છે. ઉલ્લેખનીય છે કે, 28 એપ્રિલના રોજ 6.4 ની તીવ્રતાનો ભૂકંપ આસામ અને પૂર્વોત્તરના ભાગોમાં આવ્યો હતો. ભૂકંપના આંચકા મહેસૂસ થતા જ પશ્ચિમી અસમ અને ઉત્તરી બંગાળના લોકો ગભરાઈને પોતાના ઘરની બહાર નીકળ્યા. અધિકારીઓએ જણાવ્યુ કે હજુ સુધી કોઈના મૃત્યુ જવાની અથવા ઈજાગ્રસ્ત થવાની જાણકારી નથી. સંપત્તિને નુકસાન થવાનો પણ રિપોર્ટ નથી. ઉત્તર-પૂર્વ ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર છે, જેના કારણે અહીં વારંવાર ધરતી ધ્રૂજે છે.