ભુજ-

કંડલામાં આવેલી આઈઓસીએલની પાઈપલાઈનમાંથી પેટ્રોલ ચોરી કરતાં પાંચ શખ્સોને કંડલા મરીન પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓના કબજામાંથી રરપ લિટર પેટ્રોલ અને બે બાઈક કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કંડલા મરીન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ પેટ્રોલ ચોરી અંગે આઈઓસીએલ કંપનીના મૂક્તિનારાયણ શેટ્ટીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં અનવર ઓસ્માણ ઉર્ફે બફલો નિગામણા આમદ રજાક બુચડ, સિકંદર અકબર નિગામણા તેમજ અન્ય બે સગીર વયના કાયદાના સંઘર્ષમાં આવેલા તરૂણો સામે ગુનો નોંધાયો હોત. આરોપીઓ સામે પ્રિવેન્સન ઓફ ડેનેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમો તેમજ ધ પેટ્રોલિયમ એન્ડ મીનરલ્સ પાઈપલાઈન્સ એક્ટની કલમો તળે ગુનો નોંધાયો હતો.

આરોપીઓએ કંડલામાં આઈઓસીએલની પાઈપલાઈનમાંથી કલેમ્પ ખોલીને પેટ્રોલની ચોરી કરી હતી. આરોપીઓના ૩પ લીટરની ક્ષમતાના ૩ કેરબા અને ર૦ લીટરની ક્ષમતાના ૬ કેરબા મળીને કુલ ૯ કેરબામાંથી કિં.રૂા.૧૭,પપ૦નું રરપ લિટર પેટ્રોલ કબજે કરાયું હતું. તેમજ પેટ્રોલ ચોરી માટે ઉપયોગમાં લેવાયેલી જીજે૧ર-ડીઆર-૮૯૦૧ નંબરની કિં.રૂા.૧પ,૦૦૦ની બાઈક તેમજ જીજે૧ર-ડીઆર-પ૮૭પ નંબરની ૩પ,૦૦૦ની બાઈક મળીને કુલ રૂા.૬૭,પપ૦નો મુદ્દામાલ કંડલા મરીન પોલીસે કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.