ભરૂચ

જંબુસર તાલુકાના વેડચ ખાતે આવેલાં વીસીઇએલ કંપનીના ફિલ્ટ્રેશન પ્લાન્ટની ટાંકીમાં જામી ગયેલાં કાદવને સાફ કરવા અંદર ઉતરેલાં કોન્ટ્રાક્ટના ૩ કામદારો ગુંગળાઇ જતાં તે પૈકીના ૨ કામદારના મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એક કામદારને ગંભીર હાલતમાં તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. જ્યાં તેની હાલત હજી ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવને પગલે પ્રાથમિક તબક્કે વેડચ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વેડચ ગામ પાસે આવેલી વોટર ફિલ્ટરેશનની વીસીઇએલ કંપનીના ફિલ્ટ્રેશન પ્લાન્ટમાં ટાંકીમાં જામી જતાં કાદવને સાફ કરવા માટેનો કોન્ટ્રાક્ટ મુંબઇની સૌરફ્લાય નામની કંપનીને આપ્યો હતો. જે કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતાં ધર્મેન્દ્રસિંગ સિંગ, વિવેક પાનઘડે તેમજ દિનેશ ચૌહાણ કંપનીમાં કામ કરવા માટે આવ્યાં હતાં. અને તેઓ જંબુસરની ક્લાસીક હોટલમાં રોકાયાં હતાં. સોમવારે તેઓ કંપનીના ફિલ્ટ્રેશન પ્લાન્ટની ટાંકીમાં જામેલો કાદવ દુર કરવા માટેે ટાંકીમાં ઉતર્યાં હતાં. તે વેળાં ગુંગળામણ થતાં તેમણે બુમરાણ મચાવી હતી. જેના પગલે આસપાસના અન્ય કામદારોએ દોડી આવી તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણેયને બહાર કાઢતાં તે પૈકીના ધર્મેન્દ્રસિંગનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બન્ને કામદારોને તાત્કાલિક જંબુસરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યાં સારવાર વેળાં વિવેક પાનઘડેનું મોત નીપજ્યું હતું. જ્યારે દિનેશની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવને પગલે વેડચ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટાંકીમાં ગેસ અને ગૂંગળામણની અસરથી આ ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. બનાવને પગલે પ્રાથમિક તબક્કે વેડચ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એક કામદારને ગંભીર હાલતમાં તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો.