કોરોનાના કારણે સતત બીજા વર્ષે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નગર ચર્ચાએ કાઢવામાં આવ્યો ન હતો. પરંતુ ભગવાનનો વરઘોડો મંદિરના પરિસરમાં ફેરવી વર્ષોની પરંપરા જાળવી રાખવામાં આવી હતી. રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે ભગવાનની પૂજા અર્ચના તથા આરતી કરીને વરઘોડાને મંદિરના પરિસરમાં પ્રસ્થાન કરાવ્યો હતો. પરિસરમાં જૂજ ભક્તોની હાજરીમાં સોશ્યિલ ડિસ્ટન્સના પાલન સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો.