ફિલિપાઇન્સ-

ફિલિપાઇન્સનાં મિંદનાઓ ટાપુમાં ભૂકંપનાં તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રાત્રે 11:16 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 નોંધાઈ હતી. આ ભૂકંપની ઉંડાઇ 49 કિમી માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર ઇન્ડોનેશિયાનાં સુલાવેસીથી 695 કિમી ઉત્તર-પૂર્વ હતું. અમેરિકી સુનામી ચેતવણી પ્રણાલીએ ભૂકંપને કારણે સુનામીની ચેતવણી જારી કરી છે. ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિનાં નુકસાનનાં અહેવાલ મળ્યા નથી. ઓક્ટોબર 2013 માં ફિલિપાઇન્સમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. બોહોલ ટાપુ પર 7.2 ની તીવ્રતાનાં ભૂકંપમાં 220 લોકો માર્યા ગયા હતા. યુનિસેફ અનુસાર, આ ભૂકંપમાં આશરે 3.5 લાખ લોકો વિસ્થાપિત થયા હતા અને 50,000 ઘરો નાશ પામ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.