વાઘોડિયા : દેવીપુંજક પરિવારનુ સાત દિવસનુ બાળક ગુમ થતા માતા સંગીતાબેન પુનમભાઈ દેવીપુંજક(૨૧)એ વાઘોડિયા પોલીસ મથકે ફરીયાદ નોંઘાવી છે.

સંગીતાબેન પુનમભાઈ દેવીપુજક(૨૧)નુ ત્રણ વર્ષપુર્વે પુનમભાઈ ટીનાભાઈ દેવીપુંજક સાથે બોરસદના નાનીશેરી ગામે લગ્ન થયા હતા.જેઓને સંતાનમા બે વર્ષની દિકરી પણ છે. સંગીતાબેનને છેલ્લા મહિને પિયરમા આવેલ પિતા રયજીભાઈ રાયનભાઈ દેવીપુંજક રહે. કુુમેંઠા હાલ એક વર્ષથી લિલોરા નવીનગરીમા રહેતા પિતાની ત્યા આવ્યા હતા. જેઓને ૧૫/૧૦/૨૧ ને દશેરાને દિવસે પ્રસુતીનો દુખાવો ઊપડતા જરોદ સામુહિક કેન્દ્રમા દાખલ કરવામા આવ્યા હતા. રાત્રીના નવ વાગે પુત્રને જન્મ આપ્યો હતો. માતા- પુત્રની તંદુરસ્ત તબીયત જણાતા હોસ્પીટલમાંથી ૧૮/૧૦/૨૧ ના રોજ રજા આપવામા આવી હતી. તારીખ ૨૦/૧૦/૨૧ના રોજ સાંજના નવેક વાગે માતા જમી પરવારી ધરના આગળના ભાગે કાચા ઝુપડાની ઓસરીમા સુતા હતા. અંદરના રુમમા બીજુ સંતાન સુતુ હતુ. માતાએ નવજાત શિશુને બાર વાગે અને રાત્રીના દોઢ વાગે ધાવણ ઘવડાવી બાળકની વિરુધ્ધ દિશામા પડખુ ફેરવી સુઈ ગયા હતા ત્યારે રાત્રીના બે વાગ્યાની આસપાસ આંખ ખુલતા પથારીમા બાળક મડી આવ્યુ નહતુ. જેથી માતા સહિત પરિવારે આસપાસના ઘરોમા તપાસ કરી હતી.રાત્રીના અઢી વાગે ગામના સરપંચ જાકીરભાઈ પટેલને જાણ કરતા તેવોએ પણ બાળકની શોધખોળ માટે સ્થાનિકો સાથે વહેલી પરોઢ સુઘી કરી હતી. પરંતુ અનેક જગ્યાએ તપાસ કરતા બાળક મળી આવેલ નહી, જેથી સાત દિવસના બાળક ગુમ થયા અંગે માતાએ જરોદ ઓપી પર બાળક ગુમ થયાની ફરીયાદ નોંઘાવી હતી.આમ એકાએક સાત દિવસનુ બાળક ગુમ થતા બાળકપર કોઈ તાત્રીક વિધી કરવા ઊઠાવી ગયુ છેકે પછી બાળકનુ અપહરણ કોઈક ધ્વારા કરવામા આવ્યુ છે કારણ કે જંગલી પશુ ઊઠાવી જાયતો કપડા મા લપેટેલા શિશુના કપડા અને ગોદડી સહિત ઊઠાવી જાય તેવી શક્યતા નહિવત્‌ છે. પશુ ઊઠાવેતો કોઈ પણ પ્રકારના બાળકના કપડા કે અન્ય ચીજ મડે તેમ છે.ફરીયાદ બાદ લિલોરા ગ્રામ પંચાયતના સરપંચ જાકીર ભાઈની રુબરુમા વહેલી સવારથીજ એફએસએલ, એલસીબી, એસોજી,ડિવાયએસપી કલ્પેશ સોલંકી, પીએસ઼આઈ, ડી સ્ટાફ, પોલીસ અઘિક્ષક સુઘિરભાઈ દેસાઈ સહિત ડૉગસ્કોડની ટીમો બનાવી સઘન શોધખોળ હાથ ઘરાઈ હતી, જેમા ડૉગને ખેતરો અને અવાવરુ જગ્યાએ નવજાતના કપડા સુંઘાડી શોધખોળ આરંભી હતી.

જિલ્લાની તમામ ટીમો બાળકને શોઘવા કામે લાગી

બાળક હોસ્પીટલની આપેલી કિટ સાથે ગુમ થયો છે. અમે બાળકના ફોટોગ્રાફ મિડીયા અને અલગ અલગ ગામમા બતાવી શોઘ કરી રહ્યા છે.પરા વિસ્તાર ખેતરોને અડીને આવેલો છે ઝાડી ઝાંખરા આસપાસલહોય ત્યા પણ તપાસ અમે કરી રહ્યા છે. પરિવારે અત્યારે કોઈ પણ પર શંકા જાહેર કરી નથી, બાળકના જન્મથી લઈ અત્યારસુઘી જેજે લોકો સંકડાએલા છેતેવો તમામની પુછપરછ હાથ ઘરી છે.આ ઊપરાંત ટેકનીકલ બાબતો પણ પોલીસ તપાસી રહિ છે.જિલ્લાની તમામ ટીમો બાળકને શોઘવા કામે લાગી છે.