નલગોંડા-

તેલંગણમાં ભયંકર માર્ગ અકસ્માતમાં ભારે ગતિએ જઈ રહેલી એક કન્ટેનર ટ્રકે મુસાફરો ભરેલી એક ઓટો રીક્ષાને ટક્કર મારી હતી.આ બનાવમાં તેલંગણના નલગોંડા જિલ્લામાં પીએલ પલ્લી મંડલના અંગડીપેટ વિસ્તારમાં એક તેજ ગતિએ જઈ રહેલા કન્ટેનર ટ્રકે મુસાફરો ભરેલ એક ઓટોરિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા અન્ય એક વાહને પણ અચાનક બ્રેક મારતા વાહનનું સંતુલન ખોરવાઈ ગયું હતું. આ ભયંકર અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થયા અને 10 લોકો ઘાયલ થયા છે.

આ અકસ્માતમાં ઘવાયેલા લોકોને સારવાર માટે નજીકના દવાખાનામાં દાખલ કરવામાં આવ્યાં છે.પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ તેલંગણના નલગોંડા જિલ્લાના ચિંતાબાવી ગામના શ્રમિકો ઓટોરિક્ષામાં જઈ રહ્યાં હતા, આ દરમિયાન કન્ટેનર ટ્રકે ઓટોરિક્ષાને જોરદાર ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો ઓટોરિક્ષામાં સવાર લોકોની ઓળખ શ્રમજીવીઓ તરીકેની થઈ છે.